કોરોનાની વેક્સિન ન લેનારી બોલિવૂડની આ હોટ એકટ્રેસ આવી કોવિડ-19ની ઝપેટમાં, જાણો વીડિયો પોસ્ટ કરીને શું કહ્યું
Covid-19 Update: પૂજાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે કોરોનાથી સંક્રમિત થઈ હોવાની જાણકારી આપી છે
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ પૂજા બેદી કોરોનાથી સંક્રમિત થઈ છે. તેનો મંગેતર પર કોવિડની ઝપેટમાં આવી ગયો છે. પૂજા બેદીએ કોરોનાની કોઈપણ રસી નથી લીધી અને ભવિષ્યમાં પણ લેવાની નથી તેમ જાહેર કરી ચુકી છે. પૂજા બેદીએ કોવિડ પોઝિટિવ થઈ હોવાની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી છે.
વેક્સિન નહીં લેવાનો મારો અંગત ફેંસલોઃ પૂજા બેદી
પૂજાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે કોરોનાથી સંક્રમિત થઈ હોવાની જાણકારી આપી છે. વીડિયામાં તેણે રહ્યું, મને હજુ સુધી કોરોના કેમ ન થયો તેનું આશ્ચર્ય હતું. પરંતુ આખરે હું પણ કોરોનાગ્રસ્ત થઈ છું. હું તમામ કાળજી રાખી રહી છું. જે લોકોએ વેક્સિન નથી લીધી તેમાંથી 99 ટકા લોકો ઠીક થઈ ગયા છે અને જે લોકોએ વેક્સિન લીધી છે તેમાંથી પણ 99 ટકા લોકો સાજા થઈ ગયા છે. હું વેક્સિન નહીં લઉ અને તે મારો અંગત ફેંસલો છે.
વીડિયોમાં પૂજા બેદીએ બીજું શું કહ્યું
આ ઉપરાંત તેણે વીડિયોમાં એમ પણ કહ્યું કે, તે શેરડીનો રસ અને ઉકાળો લઈ રહી છે. પૂજાએ જણાવ્યું કે, તેની સાથે તેનો મંગેતર પણ કોરોનાની ઝપેટમાં આવ્યો છે અને ફેન્સ તેમના જલદી ઠીક થવાની કામના કરી રહ્યા છે.
View this post on Instagram