(Source: Poll of Polls)
Cyclone: કેવી રીતે અપાય છે વાવાઝોડાના ભયસૂચક સિગ્નલ, 1થી11 Signalનો શું છે અર્થ
ચક્રવાત માટે આ રીતે આપવામાં આવે છે ચેતવણી, જાણો સંપૂર્ણ 1થી 11 સિગ્નલની સિસ્ટમ શું છે.
Cyclone:ચક્રવાતી તોફાનો માટે તમામ બંદરો પર ચેતવણીના સંકેતો અપવામાં આવે છે. , જેના દ્વારા સમુદ્રમાં જ એલર્ટ આપવામાં આવે છે. ભારત પાસે વ્યાપક સિગ્નલિંગ સિસ્ટમ છે.
નવી દિલ્હી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમામ બંદરો પર ચક્રવાતના સંકેતો આપવામાં આવ્યા છે. 'સાયક્લોન સિગ્નલ' નો સામાન્ય અર્થ નજીક આવી રહેલા ચક્રવાતી તોફાન સાથે સંબંધિત સંકેત છે. આ ચક્રવાત સંકેતોને અગિયાર શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે જે 1 થી 11 સુધીના સિગ્નલ આપવામાં આવે છે.
બંદરો પર 'ચેતવણી સિગ્નલ'
ચક્રવાતી વાવાઝોડાની ચેતવણી આપવા માટે, અમુક સિગ્નસ આપવામાં આવે છે, જેથી સમુદ્રમાં જહાજોને તરત જ એલર્ટ કરી શકાય. આ માટે, કેટલાક દેશોમાં ધ્વજ ફરકાવવામાં આવે છે, જ્યારે ભારતમાં દિવસ અને રાત માટે અલગ અલગ પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવે છે. દિવસના સંકેતોમાં સિલિન્ડરો અને શંકુ હોય છે જ્યારે રાત્રિના સંકેતોમાં લાલ અને સફેદ લેમ્પ હોય છે.
1864 માં, માછલીપટ્ટનમ અને કોલકાતામાં શ્રેણીબદ્ધ ચક્રવાતો ત્રાટક્યા પછી, સરકારે ચક્રવાત ચેતવણી પ્રણાલી સ્થાપિત કરવાનું નક્કી કર્યું. આ પછી, કોલકાતા પ્રથમ બંદર હતું જ્યાં વાવાઝોડા માટે ચેતવણી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી હતી અને સિગ્નલ આપવામા આવ્યાં હતા.
ભારતમાં 'સિગ્નલ સિસ્ટમ' છે
ભારતમાં 1 થી 11 સુધીની વ્યાપક સિગ્નલિંગ સિસ્ટમ છે, જે તમામ બંદરો પર સંભવિત ચક્રવાતી તોફાન અંગે અગાઉથી જહાજોને ચેતવણી આપે છે. ભારતીય હવામાન વિભાગ સામાન્ય રીતે બંદરોને દિવસમાં ચાર વખત અને ચક્રવાતી વાવાઝોડાના કિસ્સામાં દર ત્રણ કલાકે એકવાર સૂચનાઓ મોકલે છે.
સિગ્નલ 1:
તે દરિયાથી દૂર સ્થિત નીચા દબાણવાળા વિસ્તારને લાગુ પડે છે જ્યાં સપાટી પરનો પવન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે હોય છે. આ સિગ્નલનો અર્થ એ છે કે, બંદરને અસર થશે નહીં, પરંતુ પવનની ગતિમાં થોડો વધારો થવાની ચેતવણી છે.
સિગ્નલ 2:
સમુદ્રથી દૂર 60-90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે ડિપ્રેશન રચાય છે. આ સિગ્નલ જહાજોને બંદરો પરથી ખસી જવાસૂચન કરે છે.
સિગ્નલ 3:
3 નંબર દર્શાવે છે કે,40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે વાવાઝોડું બંદર પર ત્રાટકવાની શક્યતા છે.
સિગ્નલ 4:
દરિયામાં ડીપ ડિપ્રેશનને કારણે બંદરોને પાછળથી અસર થવાની શક્યતા છે. 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સંકેત દર્શાવે છે કે, બંદર પર ઉભેલા જહાજો પર ખતરો છે. પોર્ટ પર ખરાબ હવામાન માટે સિગ્નલ 3 અને 4નો ઉપયોગ કરવામાં આવે છે.
સિગ્નલ 5:
પાંચ સિગ્નલ ડીપ ડિપ્રેશનનો સંકેત આપતો આ સિગ્નલ સૂચવે છે કે 60-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને તોફાન દરિયાકાંઠાથી ડાબી બાજુ ફંટાશે.
સિગ્નલ 6:
6 પણ સિગ્નલ 5 જેવું જ છે, પરંતુ તે સૂચવે છે કે વાવાઝોડું બંદરની જમણી બાજુએ કિનારો પર તીવ્રતાથી ફંટાશે. કરશે.
સિગ્નલ 7:
સિગ્નલ 7 નો અર્થ છે કે ચક્રવાતી તોફાન બંદરની નજીકથી આગળ વધશે અથવા સંપૂર્ણપણે દરિયાકાંઠાને પાર કરશે. સિગ્નલ 5, 6 અને 7 વધુ જોખમને સૂચવે છે.
સિગ્નલ 8
8 સિગ્નલ આ એક ખૂબ જ ખતરનાક ચેતવણી છે, જેનો અર્થ છે કે ચક્રવાત હવે બંદરથી ડાબે બાજુથી ખૂબ જ તીવ્રતાથી રીતે ટકારાશે. આ વાવાઝોડામાં પવનની ગતિ 90 થી 120 કિમી પ્રતિ કલાકની રહે છે.
સિગ્નલ 9:
સિગ્નલ 8 ની જેમ, આ પણ એક ખૂબ જ ખતરનાક ચેતવણી છે, જેનો અર્થ છે કે ચક્રવાત બંદરની જમણી બાજુથી ખૂબ જ તીવ્રતાથી આગળ વધશે.
સિગ્નલ 10:
સિગ્નલ 8 અને 9 પછી આ સિગ્નલ વધુ ખતરનાક છે, જેનો અર્થ છે કે, બંદર પર અથવા તેની નજીક ખૂબ જ તીવ્ર ચક્રવાત આવશે. પવનની ઝડપ 220 કિમી પ્રતિ કલાક કે તેથી વધુ થઈ શકે છે.
સિગ્નલ -11
સિગ્નલ 11 ખૂબજ ભીષણ તોફાનનો એલાર્મ આપે છે. જેમાં કમ્યુનિકેશનની પણ તમામ સિસ્ટમ ફેઇલ થઇ જાય છે.