Delhi Double Murder: દિલ્લીમાં ડબલ મર્ડરની ઘટનાથી હડકંપ, એક સાથે 2 મહિલાની ગોળી મારી હત્યા,જાણો શું છે મામલો
દેશની રાજધાની દિલ્હીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. તેનો પુરાવો આ ડબલ મર્ડરની ઘટનાથી મળે છે. અહીં યુવકે એક સાથે બે મહિલાની ગોળી મારી હત્યા કરી દીધી
Delhi Double Murder:દેશની રાજધાની દિલ્હીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. તેનો પુરાવો આ ડબલ મર્ડરની ઘટનાથી મળે છે. અહીં ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં બે મહિલાઓના મોત થયા છે. આરોપી બંને મહિલાઓને ગોળી મારી ફરાર થઇ ગયા હતા. હજુ સુધી આરોપીની ઓળખ થઈ શકી નથી.ફાયરિંગ પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બે જૂથો વચ્ચેના વિવાદને કારણે બની હતી. ગોળીબાર બાદ ઘટનાસ્થળે નાશભાગ મચી ગઈ હતી અને બાદમાં ગોળી વાગવાથી બે મહિલાઓના મોત થયા હતા. હાલ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના દિલ્હીના આરકે પુરમ વિસ્તારની છે. ફાયરિંગની આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી. આ ઘટના બાદ આરકે પુરમની આંબેડકર બસ્તીમાં સનસનાટી મચી ગઈ હતી. દિલ્હીના દક્ષિણ પશ્ચિમ ડીસીપી મનોજે જણાવ્યું કે આરકે પુરમ પોલીસ સ્ટેશન વિસ્તારના આંબેડકર બસ્તી વિસ્તારમાં અજાણ્યા હુમલાખોરોએ બે મહિલાઓની ગોળી મારીને હત્યા કરી દીધી.
તેમણે જણાવ્યું કે મૃતકોની ઓળખ પિંકી (30 વર્ષિય અને જ્યોતિ 29 વર્ષિય ) તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરો બંને યુવતીના ભાઈની શોધમાં હતા. પ્રાથમિક તપાસમાં પૈસાની લેવડ-દેવડનો મામલો હોવાની માહિતી સામે આવી છે. હાલમાં કેસ નોંધવામાં આવ્યો છે
બીજી તરફ ફાયરિંગ પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના બે જૂથો વચ્ચેના વિવાદને કારણે બની હતી. ગોળીબાર બાદ ઘટનાસ્થળે નાશભાગ મચી ગઈ હતી અને બાદમાં ગોળી વાગવાથી બે મહિલાઓના મોત થયા હતા. હાલ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સવારે 4.40 વાગ્યે કોલ આવ્યો હતો. ફરિયાદીએ જણાવ્યું કે બે બહેનોને ગોળી વાગી હતી. ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે જ્યોતિ અને પિંકી નામની બે મહિલાઓને ગોળી વાગી હતી. બંનેને એસજે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જો કે દુર્ભાગ્યવશ તેનો જીવ ન બચાવી શકાયો. , દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.