Crime News: લોક કલાકાર દેવાયત ખવડ આખરે ક્રાઇમ બ્રાન્ચમાં થયા હાજર, દસ દિવસ સુધી હતા ફરાર
રાજકોટ: દેવાયત ખવડ આજે દસ દિવસ બાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા છે. નજીવી બાબતે દેવાયત ખવડે મયુર રાણા પર કર્યો હતો હુમલો
રાજકોટ: દેવાયત ખવડ આજે દસ દિવસ બાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા છે. નજીવી બાબતે દેવાયત ખવડે મયુર રાણા પર કર્યો હતો હુમલો
દેવાયત ખવડ આજે દસ દિવસ બાદ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા છે. નજીવી બાબતે દેવાયત ખવડે મયુર રાણા પર હુમલો કર્યો હતો. કારમાંથી ઉતરીને લાકડીઓ પડે દેવાયત ખવડે સહિતના અન્ય ત્રણ શખ્સોને મયુર રાણાને રસ્તા પર ઢોર માર માર્યો હતો. આ ઘટનાના વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો.
ઘટના બાદ ક્ષત્રિય સમાજ સતત દેવાયત ખવડની ઘરપકડ માટે રજૂઆત કરી હતી. આ મામલે ક્ષત્રિય સમાજે દેખાવો પણ કર્યાં હતા. હુમલાની ઘટના બાદ દેવાયત ખવડ દસ દિવસથી ફરાર હતા આજે આખરે તેઓ ડીએસપી સમક્ષ હાજર થયા છે.
Banaskantha: 82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે કહી ભુવાએ કર્યું આવું, જુઓ વીડિયો
Banaskatha News: બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધાનું ભૂત ફરી ધૂણ્યું છે. ધાનેરાના ગોલા ગામે અંધશ્રદ્ધામાં પરિવારના લાખો રૂપિયા લૂંટાયા છે. 5 ભૂવાઓએ પરિવારને દુઃખ દૂર કરવા માટે ભોળવી લેતા પરિવારના બે ભાઈઓએ ભૂવાઓને 35 લાખ રોકડા અને 1.70 લાખની ચાંદીની પાટો આપી વીડિયો પણ ઉતાર્યો હતો.
82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે ચેહર માતાની બાધા રાખવી પડશે તેમ કહી વાતોમાં આવી ગયેલા પરિવારને થોડા સમય માટે સારું થઈ જતા પરિવાર ભોળવાયો હતો. દુઃખથી બચવા ભૂવાઓએ પરિવારને એક રૂપિયાથી એક કરોડનું ખર્ચ થશે તેમ કહી ગેરમાર્ગે દોર્યો હતો. જે બાદ પરિવારના બે ભાઈઓએ 35 લાખ રૂપિયા ઉછીના લાવી ભૂવાઓને આપ્યા હતા. પરિવાર છેતરાયો હોવાની જાણ થતાં પીડિત ભાઈઓએ ધાનેરા પોલીસ મથકે વિધિનો વીડિયો આપી થરાદ અને ધાનેરાના 5 ભૂવાઓ વિરુદ્ધ અરજી કરી હતી. ધાનેરા પોલીસે ફરિયાદ અરજી લઈ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
PM મોદીએ ગુજરાતમાં ભાજપની ભવ્ય જીતનો શ્રેય કોને આપ્યો ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 156, કોંગ્રેસને 17, AAP ને 5 તથા અન્યને 4 સીટ મળી હતી. ગુજરાતમાં ભાજપને મળેલી આ ઐતિહાસિક જીત કેવી રીતે મળી તેની હાલ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદીય દળની બેઠકમાં ગુજરાતમાં ભાજપને મળેલી જીતને લઈ મોટી વાત કરી. વડાપ્રધાને જણાવ્યું, ખરા અર્થમાં કોઈને જીતનો શ્રેય આપવો હોય તો ગુજરાતના મુખ્યમંત્રી, સી.આર.પાટીલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને આપવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીના તે તમામ કાર્યકરોને આવકારવા જોઈએ જેમના અથાક પ્રયાસોથી સંગઠનમાં ઘણું કામ થયું છે. ગુજરાતમાં પાર્ટી વારંવાર સંગઠન શક્તિના કારણે જીતી રહી છે. આ સાથે જ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોને એક થવા અને G20ની તૈયારીમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવાની અપીલ પણ કરી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે પણ ભાજપ સંસદીય દળની બેઠકમાં અર્થવ્યવસ્થા પર પ્રેઝન્ટેશન આપ્યું હતું.
ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન એન્ડ્રૂ ફ્લિંટોફની કારનો અકસ્માત થયો છે. તેને એરલિફ્ટ કરીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે. મળતી વિગત પ્રમાણે, પૂર્વ ક્રિકેટર બીબીસીની સીરિઝના એક એપિસોડનું શૂટિંગ કરતો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. 45 વર્ષીય પૂર્વ ક્રિકેટર તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સ્થિતિ ખતરાથી બહાર છે.