શોધખોળ કરો

કોરોનાથી માતાનું મોત થયાના ત્રીજા દિવસે યુવક 108ની ફરજ પર હાજર, મારી માતા ભલે મરી ગઈ પણ.........

કલોલની ૧૦૮માં પાયલોટ તરીકે ફરજ બજાવતાં પ્રતિક વ્યાસના માતા ઘણા વખતથી કિડનીની બિમારી હતી. દરમિયાન તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને આખરે તેમને તા.૨૩મીએ આખરી શ્વાસ લીધા હતાં. 

ગાંધીનગર: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દરરોજ અનેક લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે. ત્યારે અનેક કોરોના વોરિયર્સ અને તેમના પરિવારના સભ્યોના પણ કોરોનામાં મોત થયા છે. કોરોનાની આ કપરી સ્થિતિમાં હોસ્પિટલ તેમજ આરોગ્યની સેવા સાથે સંકળાયેલા મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફ માટે ઘરના સભ્યોને પોઝિટિવ થવાના ડર વચ્ચે ફરજ નિભાવી રહ્યા છે. ગાંધીનગરના કલોલમાં ૧૦૮ના પાયલોટે પોતાની માતાને ગુમાવી દીધાના ત્રીજા જ દિવસે તે પુનઃ કામે લાગી ગયા હતા.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, કલોલની ૧૦૮માં પાયલોટ તરીકે ફરજ બજાવતાં પ્રતિક વ્યાસના માતા ઘણા વખતથી કિડનીની બિમારી હતી. દરમિયાન તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને આખરે તેમને તા.૨૩મીએ આખરી શ્વાસ લીધા હતાં. 

માતાના મરણથી પ્રતિક વ્યાસ સહિત ઘરના સભ્યો ઘેરા શોકમાં હતાં. જોકે, ફરજને અગ્રીમતા આપતાં પ્રતિકભાઇ માતાના મૃત્યુના ત્રીજા દિવસે જ ૧૦૮ એમ્બ્યુલન્સ ઉપર કામે ચઢી ગયાં હતાં. પ્રતિકભાઇએ જણાવ્યું હતું કે, મારી માતા મરી ગઇ છે પણ બીજાની માતાને બચાવવા માટે હું સતત કાર્યશીલ રહીશ. ૧૦૮ એમ્બ્યુલન્સના પાયલોટ તરીકે મને જ્યારે કોલ આવે છે ત્યારે સામેથી દર્દી મારી માતા અથવા તો મારા પરિવારનું જ સભ્ય છે તેમ માનીને હું મારી ફરજ નિભાવું છું. 

હોસ્પિટલોમાં બેડ કે ઓક્સિજન મળતાં નથી. ત્યારે હોસ્પિટલ તથા આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા મેડિકલ તથા પેરામેડિકલ કર્મચારીઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દિવસ-રાત છેલ્લા ઘણા દિવસોથી કામ કરી રહ્યાં છે. ઘણા કર્મચારીઓના પરિવારમાં પોઝિટિવ કેસ આવ્યો હોવા છતાં આ કર્મનિષ્ઠ કર્મચારી ઓનલાઇન અથવા તો ઓફ લાઇન ફરજ ઉપર જોતરાઇ જાય છે. 

રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના નવા કેસની  સંખ્યા સ્થિર  રહ્યા બાદ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13050 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.  સોમવારે 12820 કેસ નોંધાયા હતા. આજે ફરી 13050 નવા કેસ નોંધાયા છે.  રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 131 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7779  પર પહોંચી ગયો છે. 

રાજ્યમાં આજે 12121 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,64,396  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 48 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 148297   પર પહોંચ્યો છે. જેમાંથી 778  લોકો વેન્ટિલેટર પર અને 147519 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.85  ટકા છે. 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત કોર્પોરેશન-8, રાજકોટ કોર્પોરેશ 9,   વડોદરા કોર્પોરેશન 8, મહેસાણા 3, જામનગર કોર્પોરેશ 9,   ભાવનગર કોર્પોરેશન 5,વડોદરા 5, સુરત 2,   જામનગર-5, નવસારી 0, ખેડા 2, સાબરકાંઠા 3, મહીસાગર 1,  જૂનાગઢ 4, જૂનાગઢ કોર્પોરેશ 3,  દાહોદ 2,  કચ્છ 3,   ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 0, ગીર સોમનાથ 1, નર્મદા 1, આણંદ 0, રાજકોટ 5, વલસાડ 1, પંચમહાલ 0, અમરેલી 2, ભરુચ 1, મોરબી 1, અરવલ્લી 1, બનાસકાંઠા 4,  છોટા ઉદેપુર 2, પાટણ 3,  ભાવનગર 5, તાપી 1, સુરેન્દ્રનગર 4, અમદાવાદ 1,  દેવભૂમિ દ્વારકા 2,    પોરબંદર 0  બોટાદ 1, અને ડાંગ 0  મોત સાથે કુલ 131  લોકોના મોત થયા છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4693, સુરત કોર્પોરેશન-1214, રાજકોટ કોર્પોરેશ 593,   વડોદરા કોર્પોરેશન 563, મહેસાણા 459, જામનગર કોર્પોરેશ 397,   ભાવનગર કોર્પોરેશન 391,વડોદરા 380, સુરત 360,   જામનગર-331, નવસારી 200, ખેડા 198, સાબરકાંઠા 198, મહીસાગર 195,  જૂનાગઢ 178, જૂનાગઢ કોર્પોરેશન 172,  દાહોદ 162,  કચ્છ 162,   ગાંધીનગર 158, ગાંધીનગર કોર્પોરેશન 151, ગીર સોમનાથ 149, નર્મદા 143, આણંદ 138, રાજકોટ 133, વલસાડ 120, પંચમહાલ 110, અમરેલી 108, ભરુચ 106, મોરબી 104, અરવલ્લી 102, બનાસકાંઠા 100,  છોટા ઉદેપુર 90, પાટણ 84,  ભાવનગર 81, તાપી 78, સુરેન્દ્રનગર 62, અમદાવાદ 61,  દેવભૂમિ દ્વારકા 57,    પોરબંદર 37  બોટાદ 23, અને ડાંગ 9 કુલ 13050 કેસ નોંધાયા છે. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,00,20,449  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 26,82,591 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,27,03,040  લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 52,582 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 22,794 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 45,281 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget