શોધખોળ કરો

Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી

ગાંધીનગર: સ્ટીયરીંગ કમિટીની મળેલી પ્રથમ બેઠકમાં આ કાર્યક્રમોની શાનદાર ઉજવણી માટેના આયોજનની વિશદ ભૂમિકા પ્રસ્તુત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૫માં ભારતના બંધારણને ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ નિમિત્તે ગુજરાતભરમાં “સંવિધાનના અમૃત મહોત્સવ”ની ઉજવણી કરાશે.

ગાંધીનગર: સમગ્ર ગુજરાતમાં ૨૦૨૫ના વર્ષમાં ઐતિહાસિક જન્મોત્સવ કાર્યક્રમની વિવિધ ઉજવણી જનભાગીદારી સાથે ભવ્ય રીતે થવાની છે. આ ઉજવણીમાં ખાસ કરીને ભારતીય બંધારણના શાશ્વત પણા સાથે રાષ્ટ્ર નેતાઓના આદર્શો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને જન માનસમાં સર્જનાત્મક રીતે ઉજાગર કરવાનાં કાર્યક્રમો યોજાશે. 

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આ હેતુસર રચવામાં આવેલી સ્ટીયરીંગ કમિટીની મળેલી પ્રથમ બેઠકમાં આ કાર્યક્રમોની શાનદાર ઉજવણી માટેના આયોજનની વિશદ ભૂમિકા પ્રસ્તુત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૫માં ભારતના બંધારણને ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ નિમિત્તે ગુજરાતભરમાં “સંવિધાનના અમૃત મહોત્સવ”ની ઉજવણી કરાશે. સાથે જ, કટોકટીના ૫૦ વર્ષ પૂર્ણ થવા સંદર્ભે પણ ઉજવણી કરવામાં આવશે. 

આ ઉપરાંત “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના વિઝન સાથે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતીની તેમજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીના ૧૦૦માં જયંતી વર્ષની પણ ભવ્ય ઉજવણી થશે. સાથે જ, ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જયંતી નિમિત્તે ગુજરાતમાં વર્ષ ૨૦૨૫ને “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ઉજવાશે.

આ બધા જ ઉજવણી કાર્યક્રમોને વધુ લોકભોગ્ય અને પ્રજા સહભાગીતા પ્રેરિત બનાવવા વિવિધ સ્પર્ધાઓ, વ્યાખ્યાનમાળાઓ, ટ્રાઇબલ હેરિટેજને પ્રોત્સાહિત કરતા જનજાતિ ગૌરવ મેળાઓ વગેરેના સમયબદ્ધ આયોજનની વિગતવાર પ્રસ્તુતિ મુખ્યમંત્રી અને મંત્રીઓ સમક્ષ આ બેઠકમાં કરવામાં આવી હતી. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉજવણી કાર્યક્રમોને પરસ્પર સાંકળી લઈને સમગ્રતયા ગૌરવપૂર્ણ ગાથા તરીકે રાષ્ટ્રહિત ઉજાગર કરતા કાર્યક્રમો યોજવા બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. રાજ્ય સરકારના મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સહિત ૨૮ સભ્યોની આ સ્ટીયરીંગ કમિટીમાં રજૂ થયેલ પ્રેઝન્ટેશનને વધુ વ્યાપક અને જનભાગીદારી સભર બનાવવાના હેતુસર ઝીણવટપૂર્વક અભ્યાસ અને યોગ્ય સુધારાઓ માટે પ્રેરક સૂચનો પણ મુખ્યમંત્રીએ કર્યા હતા.

સંવિધાનનો અમૃત મહોત્સવ અને આપાતકાલના ૫૦ વર્ષની ઉજવણી સંદર્ભે યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે અગ્ર સચિવ અશ્વિનીકુમાર તથા યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના કમિશનર આલોક પાંડેએ મુખ્યમંત્રી તથા મંત્રીઓ સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી કાર્યક્રમના નોડલ વિભાગ તરીકે ગૃહ વિભાગ જવાબદારી સંભાળશે તેના અગ્રસચિવ  નિપૂણા તોરવણએ તેમજ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી - જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી કાર્યક્રમની વિસ્તૃત માહિતી આદિજાતિ વિકાસ કમિશનર ગુલાટીએ આપી હતી. અટલ બિહારી વાજપેયીજીના ૧૦૦માં જન્મ જયંતી વર્ષની ઉજવણીના કાર્યક્રમો રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ અને વહીવટી સુધારણા તાલીમ પ્રભાગ દ્વારા કરવામાં આવશે. 

આ પણ વાંચો...

Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement

વિડિઓઝ

Alpesh Thakor : ઋષિ ભારતીના નિવેદન પર અલ્પેશનો અસ્પષ્ટ જવાબ
Rushi Bharti Bapu on Alpesh Thakor: અલ્પેશ ઠાકોર માટે ઋષિ ભારતી બાપુનું મોટું નિવેદન
Gandhinagar News: SIRમાં કામગીરી સોંપાતા શિક્ષકો પરેશાન, શૈક્ષીક મહાસંઘનો BLOની કામગીરીનો વિરોધ
Hun To Bolish : હું તો બોલીશ : સસ્તા અનાજનો કાળો કારોબાર ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી હોય લેડી સિંઘમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના ધડાકા બાદ અલ્પેશ ઠાકોર ઉપમુખ્યમંત્રી પદને લઇ શું બોલ્યા ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના ધડાકા બાદ અલ્પેશ ઠાકોર ઉપમુખ્યમંત્રી પદને લઇ શું બોલ્યા ?
બિહારમાં નીતિશ કુમાર જ હશે NDA ના મુખ્યમંત્રી ? JDU ના પૉસ્ટરે ફરી વધાર્યુ સસ્પેન્સ
બિહારમાં નીતિશ કુમાર જ હશે NDA ના મુખ્યમંત્રી ? JDU ના પૉસ્ટરે ફરી વધાર્યુ સસ્પેન્સ
Shubman Gill Injury Update: હોસ્પિટલમાં દાખલ ગિલ પ્રથમ ટેસ્ટમાંથી બહાર; BCCI એ જાહેર કર્યું સત્તાવાર નિવેદન
Shubman Gill Injury Update: હોસ્પિટલમાં દાખલ ગિલ પ્રથમ ટેસ્ટમાંથી બહાર; BCCI એ જાહેર કર્યું સત્તાવાર નિવેદન
આ લોકોના ખાતામાં  19 નવેમ્બરે નહીં આવે કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો, આ રીતે ચેક કરો તમારું સ્ટેટસ
આ લોકોના ખાતામાં 19 નવેમ્બરે નહીં આવે કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો, આ રીતે ચેક કરો તમારું સ્ટેટસ
Embed widget