શોધખોળ કરો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા 88 PSIની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મુકાયા?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેની તારીખની સત્તાવાર જાહેરાત થવાની છે. આ પહેલા રાજ્યમાં પોલીસ અધિકારીઓની મોટી સંખ્યામાં બદલી કરવામાં આવી છે. રાજ્યમાં 88 બિન-હથિયારધારી પીએસઆઇની બદલીના આદેશ કરવામાં આવ્યા છે.

પ્રતિકાત્મક તસવીર.
ગાંધીનગરઃ આજે સાંજે 5 વાગ્યે ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેની તારીખની સત્તાવાર જાહેરાત થવાની છે. આ પહેલા રાજ્યમાં પોલીસ અધિકારીઓની મોટી સંખ્યામાં બદલી કરવામાં આવી છે. રાજ્યમાં 88 બિન-હથિયારધારી પીએસઆઇની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા રૂપાણી સરકાર દ્વારા મોટા પાયે બદલી કરવામાં આવી છે. આ બદલીઓની વાત કરીએ તો અમદાવાદ શહેરના 11, વડોદરા શહેર 10, વડોદરા ગ્રામ્યના 6, સુરતના 8ના પીએસઆઇ સહિત રાજ્યના અન્ય પીએસઆઇ મળી 88ની બદલી અલગ અલગ જગ્યાએ કરવામાં આવી છે.
વધુ વાંચો





















