(Source: ECI/ABP News/ABP Majha)
Gandhinagar: ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા વિધેયક વિધાનસભામાં પસાર, જાણો કોણે કર્યો વિરોધ અને કોણે આપ્યો ટેકો
Gandhinagar: ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત સુધારા વિધેયક વિધાનસભા ગૃહે આજે બહુમતીથી પસાર કર્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સમર્થન આપ્યું જ્યારે કોંગ્રેસે વિરોધ કર્યો હતો.
Gandhinagar: ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત સુધારા વિધેયક વિધાનસભા ગૃહે આજે બહુમતીથી પસાર કર્યું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સમર્થન આપ્યું જ્યારે કોંગ્રેસે વિરોધ કર્યો હતો, છતાં બહુમતી થતાં આ બિલ બહાલ કરવામાં આવ્યું છે. બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટેની મુદ્દત વધારવા માટે સુધારા વિધેયક લાવવામાં આવ્યું હતું. 1/10/2022 પહેલાંનું બાંધકામ નિયમિત કરવામાં આવશે નહિ. શહેરી વિસ્તારના લોકોએ આ યોજનામાં જાજો રસ ના દાખવતા સરકારે મુદ્દત વધારવાની ફરજ પડી છે.
પાલિકા, મહાપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામને ફી વસુલી કાયદેસર કરવાની છે યોજના. હવેથી બાંધકામ નિયમિત કરવાની મુદ્દત સરકાર વધારી શકશે. હવે બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવું હશે તો વિધાનસભામાં વિધેયક કે સુધારા વિધેયક લાવવું નહિ પડે. 17/10/2022થી આ કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. 8 મહાપાલિકા 24 સત્તા મંડળો અને 146 નગરપાલિકામાં આ કાયદો અમલમાં છે. 2017માં રેરાનો કાયદો અમલમાં આવ્યો છે. રેરાએ જે બાંધકામ માટે નોટિસ આપી છે તે બાંધકામ નિયમિત થશે નહિ.
2011થી 2022 સુધીના સમયગાળામાં બિનઅધિકૃત વિકાસ નિયમિત કરવામાં આવશે. કોંગ્રેસે મુદ્દત વધારવાની સરકારને આપયેલી સત્તાનો વિરોધ કર્યો. 15મી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજે ત્રીજા દિવસે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત (સુધારા) વિધેયક 2023 વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વિભાગના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ આ વિધેયક ગૃહમાં રજૂ કર્યું હતું. 17મી ઓક્ટોબર 2022ના રોજ વિધાનસભામાં ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત વિધેયક પસાર થયું હતું. 17મી ફેબ્રુઆરી 2023ના રોજ આ યોજનાની મુદ્દત પૂર્ણ થઈ છે. બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટેની મુદ્દત વધારવા માટે સુધારા વિધેયક લાવવામાં આવશે.
શહેરી વિસ્તારના લોકોએ આ યોજનામાં જાજો રસ ના દાખવતા સરકારે મુદ્દત વધારવાની ફરજ પડી છે. પાલિકા, મહાપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામને ફી વસુલી કાયદેસર કરવાની યોજના છે. આ અગાઉ ગુજરાત સરકાર વર્ષ 2001 અને વર્ષ 2011માં અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટે વિધેયક લાવી હતી અને છેલ્લે 2022માં પણ આ જ વિધેયક મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ મોટી સંખ્યામાં મકાન નિયમિત થઈ શક્યા નહોતા અને હજુ પણ લાખોની સંખ્યામાં મકાનો બી.યુ. પરમીશન વગરના છે. કેટલાક મકાન માલિક અગાઉના અધિનિયમ હેઠળ અરજી કરી શક્યા નહોતા.
રાજ્ય સરકારના સર્વેમાં અરજી ન કરી શકનારા લોકોની સંખ્યા મોટી હતી. આવા મોટા પ્રમાણમાં મકાન તોડવા પડે તેવી સ્થિતી હોવાના તેમજ કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉભા થતા હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થતો હતો. મોટી સંખ્યામાં લોકો બેઘર બનશે અને આજીવિકાનું સાધન ગુમાવે તેવી ભીતિ હોવાના કારણે સમાજના આર્થિક અને સામાજિક માળખાને નુકસાન ન પહોંચે તે માટે આ વિધેયક લાવવાનો સરકારે નિર્ણય કર્યો હતો અને હવે આ જ હેતુથી સરકાર આજે મુદ્દત વધારવા માટે સુધારા વિધેયક લાવી હતી અને તે બહુમતીથી પસાર કર્યું છે..