શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રક્ષા યુનિવર્સિટી દ્વારા ‘મહિલા પોલિસિંગને મજબૂત બનાવવી’ વિષય પર કોન્ફરન્સનું કરાયું આયોજન
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા, પોલીસિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રે ભારતની એક પ્રખ્યાત જાહેર યુનિવર્સિટી છે
ગાંધીનગરઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા, પોલીસિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રે ભારતની એક પ્રખ્યાત જાહેર યુનિવર્સિટી છે. ડાયરેક્ટોરેટ ઓફ એક્સ્ટેંશન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ, રાષ્ટ્રિય રક્ષા યુનિવર્સિટી દ્વારા સિનર્જિયા ફાઉન્ડેશનના સહયોગમાં 23 મી ડિસેમ્બર 2020 એ "મહિલા પોલિસિંગને મજબૂત બનાવવી: ખાલી જગ્યા પુરી કરવી" વિષય પર ઉચ્ચ સ્તરીય વર્ચુઅલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
ગુજરાતના વિજિલન્સ કમિશનર, શ્રીમતી સંગીતા સિંઘ, જે તાજેતરમાં રાજ્યના એડિશનલ મુખ્ય સચિવ (ગૃહ) તરીકે નિવૃત્ત થયા હતા. , મહિલા પોલીસ અધિકારીઓના સશક્તિકરણ માટે ગુજરાત રાજ્યમાં હાથ ધરવામાં આવેલા પગલાઓ વિશે વિસ્તૃત વાત કરી.
શ્રીમતી સંગીતા સિંઘ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે પોલીસ દળમાં મહિલાઓએ મહિલા પીડિતો / સામાન્ય મહિલા નાગરિકોને પોલીસ અધિકારીઓ સાથે જોડાવામાં ખૂબ મદદ કરી છે. પોલીસ દળમાં મહિલા અધિકારીઓના વધારાને કારણે આપણા સમાજમાં એક 'એટિટ્યુડિનલ શિફ્ટ' આવ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસ પોલીસ દળમાં 33% મહિલા આરક્ષણ એ પોલિસીંગ ક્ષેત્રે 'એજન્ડા સેટિંગ પહેલ' રહી છે. તમામ મહિલા પોલીસ સ્ટેશન, શી ટીમો વગેરે રાજ્ય સરકાર વિભાગ દ્વારા લેવાયેલી અન્ય પહેલ છે જેને કારણે વધુ સારી રીતે પોલીસિંગમાં ફાળો આપ્યો છે.
શ્રીમતી સિંઘે ટિપ્પણી કરી હતી કે રાજ્યમાં મહિલા પોલીસ અધિકારીઓમાં વધારો થતો હોવાથી ગુજરાતમાં યુવક યુવતીઓમાં 'આકાંક્ષાત્મક મૂલ્ય' છે જે હવે રાજ્ય પોલીસ દળોમાં જોડાવાની રાહ જોઈ રહ્યા છે અને તે મહિલા સશક્તિકરણમાં મોટો ફાળો આપે છે.
આ કાર્યક્રમમાં વિવિધ સેવા આપતા અને નિવૃત્ત થયેલા પોલીસ અધિકારીઓ, અમલદારો, શિક્ષણશાસ્ત્રીઓ તેમજ દેશમાં મહિલા પોલીસિંગને લગતી બાબતોના વિસ્તૃત અનુભવ ધરાવતા નિષ્ણાંતોએ ભાગ લીધો હતો.
નિષ્કર્ષમાં, કાર્યક્રમમાં સર્વસંમતિ થઈ કે સંબંધિત હિસ્સેદારોએ પ્રયાસો કરવા જોઇએ કે જેથી મહિલાઓ રાષ્ટ્રની પોલીસિંગ અને સુરક્ષા ઇકોસિસ્ટમમાં સક્રિયપણે ભાગ લેવા માટે સક્ષમ વાતાવરણ બનાવવામાં આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion