ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કરી લેતા ચકચાર
ગાંધીનગર: રાજ્યની રાજધાની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. MBBSના બીજા યરમાં અભ્યાસ કરતી યુવતીએ આત્મહત્યા કરી લીધી છે.
ગાંધીનગર: રાજ્યની રાજધાની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. MBBSના બીજા યરમાં અભ્યાસ કરતી યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. આ યુવતીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની હોસ્ટેલૉની છત પરથી પડતું મૂકી આત્મહત્યા કરી છે. આ ઘટનાની જાણ થતા જ ગાંધીનગર સેક્ટર 7 પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે.
આત્મહત્યા કરનાર યુવતીનું નામ આસ્થા પંચાસરા છે. તેઓ MBBSના સેકન્ડ યરમાં અભ્યાસ કરતા હતા.જેમણે વહેલી સવારે હોસ્ટેલની આગાસી પરથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. તેમણે એનઆરઆઈ સ્ટુડન્ટ તરીકે એડમિશન લીધુ હતું. પેપર ખરાબ ગયું હોવાની વાત સામે આવી છે. ઘટના સ્થળ પરથી સુસાઇડ નોટ મળી આવી છે જેને પોલિસે તપાસ માટે લીધી છે.
બનાસકાંઠામાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો
બનાસકાંઠામાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યાની ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠામાં વાવના ઢીમાની સંસ્કાર ઉમા વિદ્યાલયમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. વર્ગ ખંડમાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થી પર હુમલો થતા શાળામાં અફરાતફરી મચી ગઇ હતી. 15 દિવસ અગાઉ શાળામાં બે છાત્રો વચ્ચે થયેલી બોલાચાલી બાદ છાત્રના પિતાએ મનદુઃખ રાખી બીજા છાત્ર પર હુમલો કર્યાનો આરોપ છે. વર્ગખંડમાં ઘૂસી છાત્ર પર લોખંડના સળિયા વડે હુમલાની ઘટના શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
વીડિયોમાં જોઇ શકાય છે કે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે જ બે શખ્સો વર્ગખંડમાં પ્રવેશે છે.જેમાં એક વ્યક્તિના હાથમાં લોખંડનો સળિયો છે અને આ વ્યક્તિ વિદ્યાર્થી પાસે પહોંચે છે અને તેના પર હુમલો કરવા લાગે છે. ત્યારે તે વિદ્યાર્થી સળિયાના હુમલાથી બચવાનો પ્રયાસ કરે છે. વિદ્યાર્થી વર્ગખંડમાંથી ભાગી બહાર નીકળી જાય છે. હુમલાની ઘટનાને લઈ વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સીસીટીવીને આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી જાણકારી અનુસાર, ઉમા સંસ્કાર વિદ્યાલયમાં અભ્યાસ કરતા યોગેશ અમીરા ભાઈ બ્રાહ્મણ અને રણજીત કરસનભાઈ વેજિયા નામના બે વિદ્યાર્થીઓ વચ્ચે 15 દિવસ અગાઉ બોલાચાલી થઇ હતી. જેનું દુઃખ રાખીને રણજીતના પિતા કરસનભાઇએ ચાલુ પરીક્ષાએ વર્ગખંડમાં ઘૂસી યોગેશ પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. હુમલાનો ભોગ બનેલા યોગેશના પિતા અમીરા ભાઈ બ્રાહ્મણે મારમારનાર કરશન રાજપૂત સામે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)