શોધખોળ કરો

મહાઆંદોલનના મંડાણ! ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીઓ ધરણાં માટે પહોંચ્યા

ગાંધીનગર: રાજ્યમાં 2022ની ચૂંટણી પહેલા મહાઆંદોલનના મંડાણ થયા છે. રાજ્યના સરકારી કર્મચારીઓ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મહાઆંદોલનની શરૂઆત કરવામાં આવી છે.

ગાંધીનગર: રાજ્યમાં 2022ની ચૂંટણી પહેલા મહાઆંદોલનના મંડાણ થયા છે. રાજ્યના સરકારી કર્મચારીઓ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મહાઆંદોલનની શરૂઆત કરવામાં આવી છે. મોડી રાત્રે ધરણા પ્રદર્શન માટેની પોલીસ દ્વારા પરવાનગી આપવામાં આવતા આજે ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં કર્મચારીઓ પહોંચ્યા છે. શૈક્ષણિક સંઘ બાદ હવે શિક્ષક સંઘ પણ મેદાને આવ્યો છે. રાજ્યના સરકારી કર્મચારી સંગઠન એક મંચ પર આવતા રાજકારણ ગરમાયું છે, કારણ કે વિધાનસભાની ચૂંટણી આડે હવે થોડા મહિના જ બાકી છે ત્યારે કર્મચારીઓને આ વિરોધ મોટી અસર ઉભી કરી શકે છે. આરોગ્ય,શિક્ષણ,પંચાયત,ન્યાય ખાતું સહિત 72 વિભાગના કર્મચારીઓ ભેગા થશે. તમામ વિભાગના કર્મચારીઓની અલગ અલગ માંગો સાથે વિરોધ કરશે.

તમામ કર્મચારીઓની મુખ્ય પાંચ માંગણીઓ છે 

1- જૂની પેન્શન યોજના,
2- સાતમા પગાર પંચના લાભો 
3- ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી 
4- અન્ય કેડરની પણ સરંગ સર્વિસ કરવી 
5- અન્ય કેડર ને પણ ઉચ્ચતર પગાર ધોરણ આપવું

માર્કશીટમાં ફરી છબરડો! ભિલોડામાં વિદ્યાર્થિનીને ગુજરાતીમાં 160માંથી 173 માર્ક્સ મળતા અનેક સવાલો ઉઠ્યા

અરવલ્લી: રાજ્યમાં ફરી માર્કશીટમાં છબરડો સામે આવ્યો છે. ભિલોડાની જાબ ચિતરીયા પ્રા.શાળા-02માં છબરડો સામે આવ્યો છે. ધોરણ 8ની વિદ્યાર્થિનીને કુલ માર્ક્સ કરતા વધુ માર્ક્સ અપાયા છે. ગુજરાતી વિષયમાં કુલ 160માંથી 173 માર્ક્સ આવતા વિદ્યાર્થિની સહિત અન્ય લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. આ ઉપરાંત વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં પણ 160 માંથી આવ્યા 171 માર્ક્સ આવ્યા હતા. વાર્ષિક પરિણામની અંદર મોટો છબરડો જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે.  તો બીજી તરફ માર્કશીટમાં પ્રિન્ટિંગમાં ભૂલ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

થરાદમાં ધોરણ આઠના વિદ્યાર્થીને અંગ્રેજીમાં 160માંથી 165 ગુણ મળ્યા

થરાદઃ બનાસકાંઠામાં થરાદ તાલુકાની પ્રાથમિક શાળામાં પરિણામમાં ગોટાળા થયાનો ખુલાસો થયો છે.મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠાના થરાદની મિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના પરિણામમાં બાળકને અંગ્રેજીમાં 160માંથી 165 ગુણ અપાયા હતા.તો સામાજિક વિજ્ઞાનમાં 160માંથી 174 ગુણ અને અંગ્રેજીમાં પણ 160માંથી 165 ગુણ આપવામા આવ્યા હતા. પ્રાથમિક શાળામાં વાર્ષિક મૂલ્યાંકન 160 ગુણ હોય છતાં 160 કરતા વધુ ગુણ અપાતા બેદરકારી સામે આવી છે. આ પરિણામના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષકોની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. આશ્વર્યની વાત તો એ છે કે પરિણામ વર્ગ શિક્ષકે તૈયાર કર્યા બાદ આચાર્યએ સહી સિક્કા પણ કર્યા હતા. આ મામલે ડીપીઇઓએ કહ્યું હતું કે તાત્કાલિક સ્કૂલના શિક્ષક અને આચાર્યને આ મામલે ખુલાસા માટે બોલાવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Delhi Rain : દિલ્હી અને નોઈડામાં વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી, VIDEO
Delhi Rain : દિલ્હી અને નોઈડામાં વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી, VIDEO
બાંગ્લાદેશના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો મુશ્કેલીમાં! યુનુસ સરકારે આ કરાર રદ કર્યો
બાંગ્લાદેશના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો મુશ્કેલીમાં! યુનુસ સરકારે આ કરાર રદ કર્યો
શિયાળાની ઠંડીમાં તાલાલામાં આંબા પર કેરી આવતા ખેડૂત પણ ચોંકી ગયા
શિયાળાની ઠંડીમાં તાલાલામાં આંબા પર કેરી આવતા ખેડૂત પણ ચોંકી ગયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: નરોડામાં માતા-પુત્ર આત્મહત્યા કેસમાં મૃતકના પતિ, સાસુ-સસરાની ધરપકડVASECTOMY Scandal In Mehsana : નસબંધી કાંડનો ભોગ બનનાર abp અસ્મિતા પર એક્સક્લૂઝીવJetpur News: એ ગ્રેડની જેતપુર પાલિકામાં ફાયર સ્ટાફની અછતTalala Kesar Mango | હવે શિયાળામાં પણ તાલાલા ગીરની કેસર કેરીનો સ્વાદ ચાખી શકશે!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Delhi Rain : દિલ્હી અને નોઈડામાં વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી, VIDEO
Delhi Rain : દિલ્હી અને નોઈડામાં વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી, VIDEO
બાંગ્લાદેશના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો મુશ્કેલીમાં! યુનુસ સરકારે આ કરાર રદ કર્યો
બાંગ્લાદેશના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો મુશ્કેલીમાં! યુનુસ સરકારે આ કરાર રદ કર્યો
શિયાળાની ઠંડીમાં તાલાલામાં આંબા પર કેરી આવતા ખેડૂત પણ ચોંકી ગયા
શિયાળાની ઠંડીમાં તાલાલામાં આંબા પર કેરી આવતા ખેડૂત પણ ચોંકી ગયા
Pushpa 2 Breaks Box Office Records: 'પુષ્પા 2'એ માત્ર બોલિવૂડ સાઉથ જ નહીં પરંતુ આ બે હોલીવુડ ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ પણ તોડ્યા
'પુષ્પા 2'એ માત્ર બોલિવૂડ સાઉથ જ નહીં પરંતુ આ બે હોલીવુડ ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ પણ તોડ્યા
U19 Asia Cup 2024 Final: ટીમ ઈન્ડિયા ફાઈનલમાં 59 રને હારી, બાંગ્લાદેશે જીત્યો U19 એશિયા કપનો ખિતાબ 
U19 Asia Cup 2024 Final: ટીમ ઈન્ડિયા ફાઈનલમાં 59 રને હારી, બાંગ્લાદેશે જીત્યો U19 એશિયા કપનો ખિતાબ 
Bashar al-Assad leaves Syria: રશિયાએ સીરિયાના રાષ્ટ્રપતિ અસદના 'રાજીનામા' ની પુષ્ટિ કરી, કહ્યું -'તેણે દેશ છોડી દીધો'
રશિયાએ સીરિયાના રાષ્ટ્રપતિ અસદના 'રાજીનામા' ની પુષ્ટિ કરી, કહ્યું -'તેણે દેશ છોડી દીધો'
બાંગ્લાદેશી હિંદુઓનો પક્ષ લેવા અને મોદીને ટેકો આપવા બદલ કિંગ ચાર્લ્સે બે ભારતીયો પાસેથી સન્માન પાછું ખેંચ્યું
બાંગ્લાદેશી હિંદુઓનો પક્ષ લેવા અને મોદીને ટેકો આપવા બદલ કિંગ ચાર્લ્સે બે ભારતીયો પાસેથી સન્માન પાછું ખેંચ્યું
Embed widget