Gandhinagar: પાકિસ્તાનની જેલમાં રાજ્યના કેટલા માછીમારો કેદ છે? જાણો શું સરકારે શું આપ્યો જવાબ?
વર્ષ 2021માં કુલ 193 ભારતીય માછીમારોની પાકિસ્તાને ધરપકડ કરી હતી
ગાંધીનગરઃ પાકિસ્તાને કરેલ રાજ્યના માછીમારોના અપહરણનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો હતો. સરકારે સ્વીકાર કર્યો હતો કે રાજ્યના 560 માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. વર્ષ 2021માં કુલ 193 ભારતીય માછીમારોની પાકિસ્તાને ધરપકડ કરી હતી. વર્ષ 2022માં કુલ 81 ભારતીય માછીમારોની પાકિસ્તાને ધરપકડ કરી હતી. છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાને ગુજરાતના કુલ 274 માછીમારોની ધરપકડ કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસના કારણે છેલ્લા એક વર્ષમાં કુલ 883 પશુઓના મોત નિપજ્યા હોવાનું સરકારે સ્વીકાર્યું હતું. તો પશુઓના મોત બાદ સરકારે કોઈપણ પશુપાલકને વળતર ચૂકવ્યું ન હોવાનું પણ સ્વીકાર કર્યો હતો. ધારાસભ્ય કાંતિ ખરાડીના સવાલમાં ગૃહમાં સરકારે જવાબ આપ્યો હતો.
કુપોષણ સામે લડાઈની સરકારની વાત વચ્ચે ચોંકવનારી વિગત સામે આવી હતી. ધોરણ એકથી પાંચના બાળકોને પ્રતિ દિવસ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત રોજના માત્ર ચાર રૂપિયા રાજ્ય સરકાર ખર્ચે છે. રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શારીરિક શિક્ષકોની ઘટ છે. ગ્રાન્ટેટ માધ્યમિક શાળાઓમાં 144 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 30 વ્યાયામ શિક્ષકોની ઘટ છે. તો સરકારી શાળાઓમાં માધ્યમિકમાં 9 અને ઉચ્ચતર માધ્યમિકમાં 5 શિક્ષકોની ઘટ છે.
Gandhinagar: સરકારને કેમ રાતોરાત ગુજરાતી પ્રત્યે પ્રેમ ઉભરાયો ? અમિત ચાવડા
Gandhinagar News: ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ધોરણ 1થી8માં ગુજરાતી ભાષા વિષય તરીકે ફરજિયાત કરતું વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે. ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 શિક્ષણ મંત્રી રજૂ કર્યું. હવેથી તમામ શાળાઓએ ધોરણ-1 થી ધોરણ 8 સુધી ગુજરાતી ફરજિયાત ભણાવવું પડશે. ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 શિક્ષણ મંત્રી રજૂ કર્યું.
બિલ રજૂ થયા બાદ ચર્ચા દરમિયાન અમિત ચાવડાએ કહ્યું, આટલા વર્ષો પછી ભાજપ સરકારને આ બિલ લાવવાની કેમ જરૂર પડી? સરકારને કેમ રાતોરાત ગુજરાતી પ્રત્યે પ્રેમ ઉભરાયો, ગુજરાતી ભાષાના આગેવાનોએ અભિયાન શરૂ કર્યું. વારંવાર સરકારમાં આ અંગે રજૂઆત કરી પણ સરકારે ધ્યાનમાં ના લીધું, અંતે ગુજરાતી ભાષાના આગેવાનો હાઇકોર્ટમાં પિટિશન કરીને ભૂતકાળના સરકારના જીઆરનો અમલ કરાવવા દાદ માંગી હતી. 13 એપ્રિલ 2018માં ગુજરાત સરકારનો જીઆર છે તે મુજબનું આ બિલ રજૂ કરાયું છે.
અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું
ફરજિયાત ગુજરાતી ભાષા અંગેના બિલની ચર્ચા દરમિયાન અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું, અંગ્રેજી માધ્યમને પ્રોત્સાહન આપી આપને સૌ ભોગ બન્યા છીએ. પ્રાથમિક શિક્ષણ ગુજરાતીમાં જ હોવું જોઈએ.
યુગાન્ડા, કેન્યામાં પણ ગુજરાતીમાં ભણાવતી શાળાઓ છે, જે લોકો એવું ગૌરવ લે છે કે મારા સંતાનને ગુજરાતી નથી આવડતું તેમણે ડૂબી મરવું જોઈએ. માત્ર આપણી ભાષા ગુજરાતી જ નહિ આપણી બોલીઓ સાચવવી જોઈએ. તેમણે સૂચન કરતાં જણાવ્યું, દુભાષિયાઓને પ્રોત્સાહન આપી આ ક્ષેત્રમાં લોકો વધે તેવા પ્રયાસ કરવા જોઈએ. વિદેશમાં રહેતા ગુજરાતી પરિવારોને પણ આપણી ગુજરાતી ભાષા શીખવવા પ્રયાસ કરવા જોઈએ. વધુમાં વધુ બાળકો ગુજરાતી માધ્યમમાં ભણતા થાય તેવા પ્રયાસ કરવા જોઈએ. ગાંધીજી અને મહારાજા ભગવતસિંહ બાદ ભાષાકોષ બનાવવાનો પ્રયાસ નથી થયો, વિદ્યા સમીક્ષા કેન્દ્રનું મોનિટરીંગ અભિનંદનને પાત્ર છે