Hun To Bolish: મોતની મુસાફરી?, Abp Asmita
પંચમહાલના ગોધરા અને કાલોલ વિસ્તારમાં ખાનગી વાહનોમાં જોખમી રીતે મુસાફરીના વીડિયો સામે આવ્યા છે.....ગોધરા શહેરના ભુરાવવા વિસ્તારમાં તમામ નિયમો નેવે મુકી બેફામ રીતે ખાનગી વાહનમાં જોખમી રીતે મુસાફરી કરાવવામાં આવી રહી છે...બીજા દ્રશ્યો કાલોલ વિસ્તારના છે....રાજકોટમાં રિક્ષામાં જોખમી સવારીનો વીડિયો વાયરલ...ક્ષમતા કરતા રિક્ષામાં વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા...રિક્ષાની અંદર અને આગળ તો મુસાફરો બેઠા જ હતા...પરંતુ રિક્ષાની પાછળ પણ મુસાફરોને બેસાડવામાં આવ્યા...વાયરલ વીડિયો યાજ્ઞિક રોડનો હોવાની ચર્ચા છે...શટલમાં ખીચોખીચ મુસાફરો બેસાડવાને લઈ સુરત RTOના ચેકીંગ બાદ એબીપી અસ્મિતાની ટીમે અમદાવાદમાં રિયાલિટી ચેક કર્યું... ઈસ્કોન ચાર રસ્તા પર વહેલી સવારથી શટલમાં ખીચોખીચ મુસાફરોને બેસાડવામાં આવી રહ્યા છે..આ દ્રશ્યો એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા.. રિક્ષામાં ચાલકની આજુબાજુ બે મુસાફર અને પાછળ ચાર મુસાફર ભરીને દોડાવવામાં આવે છે....સનાથલ ચાર રસ્તા પર પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા...ગીતામંદિર, કાલુપુર સહિતના સ્થળોએ પણ ખીચોખીચ મુસાફરો સાથે શટલ દોડવાવામાં આવે છે..