શોધખોળ કરો
Advertisement
અલ્પેશ ઠાકોર ધવવસિંહ સાથે જોડાશે ભાજપમાં? જાણો શું છે વિગત?
અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ આવતા શુક્રવારે અથવા સોમવારે ભાજપમાં જોડાઇ શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ શકે છે.
ગાંધીનગરઃ રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોરસેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજ્યસભાની ચૂંટણી પછી રાજીનામું ધરી દેતા હવે તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે. ચાલી રહેલી ચર્ચા પ્રમાણે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ આવતા શુક્રવારે અથવા સોમવારે ભાજપમાં જોડાઇ શકે છે. એવી પણ અટકળો વહેતી થઈ છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ શકે છે.
તાજેતરમાં જ અંબાજી પહોંચેલા રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરને અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે કેમ તેવું પૂછાતા તેમણે કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોર ઈચ્છા ધરાવતા હોય તો અમારા દરવાજા સદાય માટે ખુલ્લા છે. એટલું જ કે અમારી રીતી અને નીતિને સ્વીકારવા તૈયાર હોય તો અમે પણ તેમને સ્વીકારવા તૈયાર છીએ.
બીજી તરફ કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પાઠ ભણાવવા કોંગ્રેસ મક્કમ છે. ગુજરાત કોગ્રેસે પેટા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાધનપુર અને બાયડ વિધાનસભાની તૈયારીઓ શરૂ કરવા આદેશ આપી દેવાયા છે. બંને બેઠકના જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓને તૈયારીઓના આદેશ આપ્યા છે.
એટલું જ નહીં, રાધનપુર અને બાયડ માટે ઉમેદવાર પસંદગી અંગે મંતવ્યો મેળવવાની શરૂઆત કરી દેવાઇ છે. સ્થાનિક હોદ્દેદ્દારોને સાથે રાખી એકજુથ થઇ ગદ્દારોને પાઠ ભણાવવા નિર્દેશ કોંગ્રેસ દ્વારા અપાયા છે. આગામી સમયે તાલુકા પ્રમુખો, હોદ્દેદ્દારો સાથે બેઠક યોજવામાં આવશે. રાધનપુર, બાયડ ઉપરાંત અમરાઇવાડી, થરાદ, મોરવા હડફ, લુણાવાડા અને ખેરાલુ પેટા ચૂંટણીની પણ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
શિક્ષણ
ગુજરાત
શિક્ષણ
Advertisement