GANDHINAGAR : અમિત શાહે કહ્યું, પહેલાની સરકારમાં રથયાત્રામાં રમખાણ થતા, હવે કોઈની હિંમત નથી કે કાંકરીચાળો કરે
Amit Shah in Gandhinagar : રૂપાલના વરદાયિની માતાના મંદિરે ગૃહમંત્રી અમિત શાહની રજતતુલા યોજાઈ હતી અને બાદમાં તેમણે સભાને સંબોધન કર્યું હતું.
Gandhinagar : કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે (Amit Shah) ગાંધીનગરના રૂપાલ (Rupalમાં પ્રસિદ્ધ વરદાયિની માતાના મંદિરેથી કરોડોના વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા. રૂપાલના વરદાયિની માતાના મંદિરે ગૃહમંત્રી અમિત શાહની રજતતુલા યોજાઈ હતી અને બાદમાં તેમણે સભાને સંબોધન કર્યું હતું. જેમાં રથયાત્રાને લઈને તેમણે પહેલાની સરકાર પર પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસની સરકારમાં રમખાણો થતા હતા : અમિત શાહ
સભાને સંબોધન કરતાં અમિત શાહે કોગ્રેસ (Congress) પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આજે રથયાત્રાનો પવિત્ર દીવસ છે. ભગવાન જગન્નાથની રથયાત્રા ગરીબોનો તહેવાર છે. આજે ભગવાન ખુદ ગરીબોને દર્શન આપવા નીકળે છે. અમદાવાદમાં આજે 145મી રથયાત્રા નીકળી રહી છે. એક જમાનો હતો, જયારે કોગ્રેસના શાસનમાં રથયાત્રા આવે ત્યારે બધાના જીવ પડિકે બંધાતા હતા. રમખાણ થતા, ગોળીઓ ચસળતી અને આ બધુ થતું પણ હતું. બે વારતો ભગવાનનો રથ પર ઉપાડીને લઈ જવો પડ્યો હતો. પહેલાની સરકારોએ ત્રણ ત્રણ વાર રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો.
હવે કોઈની હિંમત નથી કે કાંકરીચાળો કરે : અમિત શાહ
અમિત શાહે કહ્યું કે જનતાએ કોગ્રેસની જગ્યાએ ભાજપને સત્તાનું સુકાન સોપયુ છે ત્યારથી કોઈની હિંમત નથી કે રથયાત્રા પર કાંકરીચાળો કરે.
રૂપાલથી 210 કરોડના કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ
ગૃહમંત્રી અમિત શાહે આજે 1 જુલાઈએ ગાંધીનગરના રૂપાલથી એક જ સાથે 117 કરોડના કામોનો શુભારંભ કરાવ્યો અને અને 93 કરોડના કામોનું લોકાર્પણ થયું છે. કુલ મળીને 210 કરોડના કામોની આજે અહીંથી શરૂઆત થઈ છે. અમિત શાહે રૂપાલ ગામના તળાવના બ્યુટીફીકેશન કાર્યનું ખાતમુહૂર્ત તેમજ અહી વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ. હાલમાં આ તળાવનો વિસ્તાર લગભગ 5500 ચોરસ મીટર છે, જે બ્યુટિફિકેશન પછી વધીને 31500 ચોરસ મીટર થઈ જશે.