શોધખોળ કરો
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે શું આવ્યા અત્યાર સુધીના મોટા સમાચાર? જાણીને થઈ જશો ખુશ
ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ 90 ટકા નજીક પહોંચી ગયો છે. ગઈ કાલે રાજ્યમાં સાજા થવાનો દર 89.97 ટકા નોંધાયો હતો.

ગાંધીનગરઃ ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને એક્ટિવ કેસો પણ નિરંતર ઘટી રહ્યા છે. ત્યારે ગુજરાતના લોકો માટે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ 90 ટકા નજીક પહોંચી ગયો છે. ગઈ કાલે રાજ્યમાં સાજા થવાનો દર 89.97 ટકા નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના રાજ્યમાં 980 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3704 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13,354 એક્ટિવ કેસ છે, જ્યારે 1,52,995 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 63 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,70,053 પર પહોંચી છે. રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટમાં 1, સુરતમાં 1, સુરત કોર્પોરેશનમાં મળી કુલ 6 લોકોનાં કરૂણ મોત થયા હતા. ગઈ કાલના કેસોની વાત કરીએ તો સુરત કોર્પોરેશનમાં 163, અમદાવાદ કોર્પોરેશનમાં 161, વડોદરા કોર્પોરેશનમાં 74, સુરતમાં 64, રાજકોટ કોર્પોરેશનમાં 53, વડોદરામાં 39, મહેસાણામાં 38, બનાસકાંઠામાં 32, અમદાવાદમાં 25, અમરેલી-ગાંધીનગર કોર્પોરેશન-જાનગર કોર્પોરેશનમાં 20-20, ગાંધીનગરમાં 19, પાટણમાં 18, સાબરકાંઠામાં 17, સુરેન્દ્રનગરમાં 16, ભરૂચ-પંચમહાલમાં 15-15 કેસ નોંધાયા હતા. રાજ્યમાં ગઈ કાલે કુલ 1107 દર્દી સાજા થયા હતા અને 51,912 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 58,97,627 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.97 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,17,506 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,17,299 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 207 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ વાંચો





















