શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે ગુજરાતીઓ માટે શું છે મોટા રાહતના સમાચાર? આ આંકડો જાણીને થઈ જશો ખુશ
ગઈ કાલે 1379 નવા કેસ નોંધાયા હતા. જેની સામે 1652 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. જોકે, આ બધાની વચ્ચે રાજ્યના લોકો માટે ગઈ કાલે રાહતના સમાચાર સામે આવ્યા છે. વાત એવી છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1.20 લાખ જેટલા કેસો નોંધાયા છે. જેમાંથી 1 લાખ જેટલા લોકોએ તો કોરોનાને મ્હાત આપી દીધી છે. આ આંકડો ખૂબ જ મોટો છે. ગઈ કાલે 1379 નવા કેસ નોંધાયા હતા. જેની સામે 1652 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.
આ સાથે ગુજરાતમાં કોરોનાના દર્દીઓ સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. હાલ, રાજ્યમાં સાજા થવાનો દર 83.81 ટકા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,19,,088 કેસ નોંધાયા છે, જેમાંથી 99,809 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે હાલ, 16007 એક્ટિવ કેસો છે. જેમની સારવાર ચાલી છે. તેમજ રાજ્યમાં ગઈ કાલે 14 લોકોના મોત સાથે કુલ 3273 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement