શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કયા પક્ષના આ બે ધારાસભ્યોએ ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન ન કર્યું ? જાણો કેમ
ગુજરાત રાજ્યસભાની 4 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપની ત્રણ બેઠક પર અને કૉંગ્રેસની એક બેઠક પર જીત થઈ છે.
![કયા પક્ષના આ બે ધારાસભ્યોએ ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન ન કર્યું ? જાણો કેમ BTP MLAs not voting in Gujarat Rajyasabha election કયા પક્ષના આ બે ધારાસભ્યોએ ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન ન કર્યું ? જાણો કેમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/20135219/Voting.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: ગુજરાત રાજ્યસભાની 4 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપની ત્રણ બેઠક પર અને કૉંગ્રેસની એક બેઠક પર જીત થઈ છે. ભાજપના ત્રણેય ઉમેદવાર રમીલાબેન બારા, નરહરિ અમીન અને અભય ભારદ્વાજની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ વિજેતા થયા છે અને ભરતસિંહ સોલંકીએ હારનો સામનો કરવો પડ્યો હતો.
ભાજપના અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાને 36-36 મત જ્યારે નરહરિ અમીનને 32 મત મળ્યા છે. તેમજ કોંગ્રેસના વિજયી ઉમેદવાર શક્તિસિંહ ગોહિલને 36 મત અને પરાજીત ઉમેદવાર ભરતસિંહ સોલંકીને 30 મળ્યા છે.
રાજ્યસભાની ચાર બેઠકો માટે 170 ધારાસભ્યોએ મતદાન કર્યુ હતું. બીટીપીના ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા મતદાનથી દૂર રહ્યા હતા. બીટીપીના બંને ઉમેદવારોએ મત ન આપતા ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત બની હતી. ભાજપ અને કોંગ્રેસે આદીવાસીઓની માંગણી પુરી ન કરી હોવાનો બીટીપીના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ આરોપ લગાવ્યો હતો.
રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે 4 વાગ્યે મતદાન પૂર્ણ થઈ ગયું હતું અને સાંજના 5 વાગ્યે મતગણતરીમાં શરૂ થવાની હતી પરંતુ કોંગ્રેસની અરજીને કારણે વિલંબ થયો હતો. મતગણતરી દરમિયાન કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કેસરીસિંહ સોલંકીના મતને ચૂંટણીપંચ સમક્ષ વાંધો ઉઠાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)