Kumbh 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તારીખે જશે પ્રયાગરાજ, કુંભમેળામાં લગાવશે આસ્થાની ડૂબકી
મુખ્યમંત્રી પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.

Kumbh 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર, તારીખ 7મી ફેબ્રુઆરીએ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, તેઓ આવતીકાલે શુક્રવારે બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન પણ કરવાના છે.
મુખ્યમંત્રી પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કુંભની મુલાકાત લીધી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની મુલાકાત લીધી હતી અને સંગમમાં ડૂબકી લગાવી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ માતા ગંગાની પૂજા કરી હતી. આ વિસ્તારમાં તેમની સુરક્ષા માટે ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. પીએમના આગમન માટે પાંચ સેક્ટર મેજિસ્ટ્રેટ તૈનાત કરવામાં આવ્યા હતા. પીએમ મોદી 13 ડિસેમ્બર 2024ના રોજ પ્રયાગરાજ આવ્યા હતા અને 5500 કરોડ રૂપિયાના 167 પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હતી.
Here are highlights from a very divine visit to Prayagraj. pic.twitter.com/ecz1Yrl4Oy
— Narendra Modi (@narendramodi) February 5, 2025
પ્રધાનમંત્રીનો કાર્યક્રમ જ્યાં થયો હતો તે વિસ્તારો NSG દ્વારા પોતાના કબજામાં લેવામાં આવ્યો હતો. મેજિસ્ટ્રેટ અને મોટી સંખ્યામાં પોલીસ, પીએસી અને આરએએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. ગંગા ઘાટની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. શહેરથી કુંભ શહેર સુધી શંકાસ્પદોની તપાસ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી આદિત્યનાથ અને રાજ્ય સરકારના અનેક મંત્રીઓ પણ પીએમ સાથે હાજર હતા.
27 જાન્યુઆરીથી શરૂ થઇ વૉલ્વો બસ
27મી જાન્યુઆરી - 2025ને સોમવારથી આ સેવા શરૂ કરવામાં આવી છે. દરરોજ સવારે 7 વાગ્યે રાણીપ એસટી ડેપો, અમદાવાદ ખાતેથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે. પ્રયાગરાજ પેકેજનું ઓનલાઇન બુકિંગ એસટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફત કરી શકાશે. મુસાફરો સૂચનાઓનું ધ્યાન રાખી બુકિંગ કરાવે- હર્ષ સંઘવી રાજ્યના વાહનવ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતથી પ્રયાગરાજનું અંતર લાબું છે. જેથી ટ્રાવેલિંગ દરમિયાન શિવપુરીમાં હોટલમાં એક રાત્રિરોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. જે મુસાફરો બસમાં જવા માગતા હોય તેઓ ટ્રાવેલિંગ ટાઈમ અને અન્ય સૂચનાઓને ધ્યાનમાં રાખી બુકિંગ કરાવે. પેકેજમાં ટ્રાવેલિંગ અને ત્યાં ડોરમેટરીની વ્યવસ્થા રાખવામાં આવી છે.
આ પણ વાંચો....
મહાકુંભ 2025: આસ્થા, ધર્મ, પરંપરા સિવાય પણ જાણો- કેટલી આવક થશે, GDP પર શું થશે અસર?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
