Gandhinagar: કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત, જાણો વિગતે
ગાંધીનગર: કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ યુત ક્રિસ જેન્કીન્સ OBEએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી.
![Gandhinagar: કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત, જાણો વિગતે Commonwealth Games Federation President Chris Jenkins meets Chief Minister Bhupendra Patel Gandhinagar: કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત, જાણો વિગતે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/b244cc6f9915c81754b08c251ab5666f1738169255323397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ યુત ક્રિસ જેન્કીન્સ OBEએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ શુભેચ્છા મુલાકાત બેઠક દરમિયાન તેમણે રમતગમત ક્ષેત્રના ભાવિ વિકાસ અને આગામી સમયમાં ભારતમાં યોજાનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ અંગે વિચાર પરામર્શ કર્યા હતા.
Glad to meet Commonwealth Games Federation President Mr. Chris Jenkins OBE in Gandhinagar.
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 29, 2025
We had insightful discussions on Gujarat’s development in sports sector.
Acquainted him with how under the leadership of Hon’ble PM Shri @narendramodi, Gujarat is emerging as a sports… pic.twitter.com/mvEtfUkysg
પ્રતિષ્ઠિત વૈશ્વિક રમત સ્પર્ધાઓના આયોજન માટે સજ્જ થઈ રહ્યું છે ગુજરાત
એટલું જ નહિ,ગુજરાતે ખેલ મહાકુંભ તથા ખેલો ઇન્ડિયા જેવા વિરાટ આયોજન સફળતાપૂર્વક પાર પડ્યા છે તે અંગે પણ કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટને તેમણે માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રીએ ગુજરાત ૨૦૨૫માં કોમનવેલ્થ વેઈટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ્સ તેમજ ૨૦૨૮માં અંડર ૨૦ એથલેટીક્સ ચેમ્પિયનશિપ્સ અને ૨૦૨૯માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેઈમ્સ જેવી પ્રતિષ્ઠિત વૈશ્વિક રમત સ્પર્ધાઓના આયોજન માટે સજ્જ થઈ રહ્યું છે તે અંગે પણ વાતચીત કરી હતી.
સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધુ ને વધુ ઉપયોગ રમતોના આયોજનો માટે કરવાની નેમ
આ બેઠક દરમિયાન કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ યુત ક્રિસ જેન્કીન્સે પણ કોમનવેલ્થ ગેઈમ્સના ૨૦૨૬-૨૦૩૦ના રોડમેપ તથા ગેઈમ્સ રિસેટ ફ્રેમવર્કની જાણકારી આપી હતી.તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, રમત ગમત સ્પર્ધાના યજમાન રાષ્ટ્રને ઓછું નાણાંકીય ભારણ આવે તથા નાણાંકીય સ્થિરતા મળે તે માટે જે તે રાષ્ટ્રના હયાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધુ ને વધુ ઉપયોગ રમતોના આયોજનો માટે કરવાની નેમ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરની વિરાટ રમતોના આયોજનોમાં કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના અનુભવ જ્ઞાનના સહયોગથી સાથે મળીને કામ કરવાની તત્પરતા પણ આ મૂલાકાત બેઠકમાં દર્શાવી હતી. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ નિનામા તથા સચિવ વાળા વગેરે પણ આ શુભેચ્છા મુલાકાત બેઠકમાં જોડાયા હતા.
આ પણ વાંચો....
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)