શોધખોળ કરો

2 દિવસોમાં અમારા નેતાઓ નિર્ણય નહિ કરે તો હું મારો નિર્ણય જાહેર કરીશ: કામિનીબા

દહેગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ પોતાના જ પક્ષના કેટલાક નિર્ણયોથી નારાજ છે. મંગળવારે ગાંધીનગર ખાતે તેમની નારાજગી ખાળવા એક બેઠક મળી હતી. આ બેઠક બાદ આજે પણ કોઈ પરિણામ આવ્યું નથી.

ગાંધીનગરઃ દહેગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ પોતાના જ પક્ષના કેટલાક નિર્ણયોથી નારાજ છે. મંગળવારે ગાંધીનગર ખાતે તેમની નારાજગી ખાળવા એક બેઠક મળી હતી. આ બેઠક બાદ આજે પણ કોઈ પરિણામ આવ્યું નથી. abp અસ્મિતા સાથેની વાતમાં કામિનીબા રાઠોડે જણાવ્યું કે, મારી લડાઈ આત્મસન્માનની છે. ભાજપે મને રૂ. 25 કરોડની ઓફર કરી હતી ત્યારે પણ હું કોંગ્રેસને વફાદાર રહી હતી. આજે મારા મત વિસ્તારના નિર્ણયોમાં મને પૂછવામાં નથી આવતું અને પક્ષ વિરોધી કામ કરનારાઓને હોદ્દા આપવામાં આવે છે. ગઈકાલની બેઠક બાદ કોઈએ મારી સાથે ચર્ચા કરી નથી. હું બે દિવસ રાહ જોઇશ નહિ તો હું મારો નિર્ણય જાહેર કરીશ.

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ હરકતમાં આવી ગઈ છે. AICCના સેક્રેટરી અને સૌરાષ્ટ્રના પ્રભારી રામ કિશન ઓઝાના રાજકોટમાં ધામા નાંખ્યા છે. આજથી સૌરાષ્ટ્રનો પ્રવાસ શરૂ કર્યો છે. સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, મોરબી સહિતના જિલ્લાઓની લેશે મુલાકાત. રાજકોટમાં જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક શરૂ. રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારોની સાથે બેઠક કરી રહ્યા છે. કોંગ્રેસમાં ચાલતા જૂથવાદ મુદ્દે પણ વન ટુ વન બેઠક કરશે.

પાટણ: ગઈ કાલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના જગદીશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને પાટણ જિલ્લાની તાલીમ શિબિર યોજાઈ હતી, તેમાં પાટણ જિલ્લાના પાટણ, સિદ્ધપુર અને રાધનપુરના ધારાસભ્યો તેમજ જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે જગદીશ ઠાકોરે કાર્યકરો સંબંધિત કરતા ભાજપને મોંઘવારી અને પેપર ફૂટવા બાબતે આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે જો અમારી સરકાર બનશે તો, ઉત્તર ગુજરાતની નદીઓ પર ચેકડેમ બાંધવામાં આવશે અને 500 રૂપિયામાં ગેસની બોટલ આપીશું. 

ખેડૂતોને વીજળી બિલ હાફ અને દેવામાફીનો કાયદો લાવીશું

પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે કોંગ્રેસ દ્રારા પાટણ જિલ્લાની કોંગ્રેસ કાર્યકરોની તાલીમ શિબિર યોજાઈ હતી તેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમજ જિલ્લાના કોંગ્રેસના નેતા હાજર રહ્યા હતા. તાલીમ શિબિરમાં જગદીશ ઠાકોરે કાર્યકરો સંબોધન કરતા કયું હતું કે સોશ્યલ મીડિયામાં પક્ષ વિરોધી કોઈ પોસ્ટ કરવામાં આવશે તો તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા આવશે, સાથે સાથે તેમણે પાણીની તંગી અગે ભાજપને જવાબદાર માન્યું. સરસ્વતી, બનાસ નદીઓ પર 100 -100 કરોડના ખર્ચે ચેક ડેમ બાંધવા આવશે. તેમણે વધુમાં કહ્યું કે, અમારી કોંગ્રેસ સરકાર આવશે તો રૂ.500 માં ગેસનો બાટલો આપીશું અને ખેડૂતોને વીજળી બિલ હાફ અને દેવામાફીનો કાયદો લાવીશું.

કોંગ્રેસ પક્ષ કામ કરતા લોકોને સ્વીકારે છે

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget