શોધખોળ કરો
Advertisement
મંત્રી જયેશ રાદડિયાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ટ્વિટ કરીને લોકોને શું કરી વિનંતી? જાણો
કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા કોરોના સંક્રમિત થયા છે. જયેશ રાદડીયાએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, તેમને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો
હાલ સમગ્ર ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના સંક્રમણની સંખ્યા વધી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ અને જામનગરમાં ધીમે ધીમે પોઝિટિવ કેસો વધી રહ્યાં છે. ત્યારે હવે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા કોરોના સંક્રમણ થયા છે. જયેશ રાદડિયાએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. નોંધનીય છે કે, રાજકોટમાં વધુ 96 કેસ નોંધાયા છે જ્યારે 24 કલાકમાં 1 દર્દીઓનાં મોત નિપજ્યાં હતાં. રાજકોટ શહેરના 24, ગ્રામ્યના 4 અને અન્ય જિલ્લાના 3 દર્દીના મોત થયા છે. કોવિડ મૃત્યુ અંગેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.
કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા કોરોના સંક્રમિત થયા છે. જયેશ રાદડીયાએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, તેમને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ હોમ ક્વોરન્ટીન છે અને તબિયત સારી છે. છેલ્લા અઠવાડિયામાં તેમના સંપર્કમાં આવેલા લોકોને સ્વૈચ્છીક કોરોના ટેસ્ટ કરાવવા તેમણે વિનંતી કરી છે.
મને કોરોના(covid-19)ના સામાન્ય લક્ષણો જણાતા આજરોજ સ્વેછ્છાએ ટેસ્ટ કરાવેલ જેનો રીપોર્ટ પોઝીટીવ આવતા,હાલ હું હોમ ક્વોરન્ટાઈન થયેલ છુ અને મારી તબીયત સારી છે,
— Jayesh Radadiya (@ijayeshradadiya) September 14, 2020
છેલ્લા અઠવાડીયામા મારા સંપર્કમા આવેલ લોકોએ સ્વેછ્છાએ ટેસ્ટ કરાવવા વિનંતી.
રાજકોટમાં વધુ 96 કેસ નોંધાયા છે. રાજકોટમાં 24 કલાકમાં 31 લોકોના મોત થયા છે. રાજકોટ શહેરના 24, ગ્રામ્યના 4 અને અન્ય જિલ્લાના 3 દર્દીના મોત થયા છે. કોવિડ મૃત્યુ અંગેનો નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4538 પર પહોંચી છે. કોરોના સંક્રમણ વધતા આજે બપોર બાદ દાણાપીઠમાં તમામ દુકાનો બંધ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion