Covid-19 Vaccine: પ્રિ-કોશન ડોઝ માટે કોવેક્સિનના 41 લાખ ડોઝની માંગણી સામે કેન્દ્રએ કેટલા ડોઝ ઉપલબ્ધ કરાવ્યા ?
Covid-19 Vaccine: રાજ્યમાં હાલ કોવિશિલ્ડ અને કોવેક્સિનના મળીને કુલ 25 હજાર ડોઝ કોલ્ડ સ્ટોરેજમા સુરક્ષિત છે.
Corona Vaccine: હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પૂછાયેલા કોવેક્સિનના પ્રશ્ન સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે,રાજ્યમાં 8 મહિનામાં પ્રિ-કોશન ડોઝ માટે કોવેક્સિનના 41 લાખ ડોઝની માંગણી સામે કેન્દ્ર સરકાર દ્વારા 51.73 લાખ ડોઝ ગુજરાતમાં ઉપલબ્ધ કરાયા છે.
હાલ કેટલા ડોઝ છે કોલ્ડ સ્ટોરેજમાં
રાજ્યમાં હાલ કોવિશિલ્ડ અને કોવેક્સિનના મળીને કુલ 25 હજાર ડોઝ કોલ્ડ સ્ટોરેજમા સુરક્ષિત છે. જેને 31-૩-2023 સુધીમાં સફળ રસીકરણ દ્વારા લોકોને ઉપલબ્ધ કરાવીને કોરોના સામે સુરક્ષિત કરવામાં આવશે. કોરોના રસીના સફળ રસીકરણ અભિયાનના પરિણામે જ આજે આપણું રાજ્ય કોરોના સામે સુરક્ષિત છે તેમ પણ ઋષિકેશ પટેલે કહ્યું.
રાજ્યમાં કઈ રસીના કેટલા મળ્યાં ડોઝ
તેમણે વધુમાં જણાવ્યું હ કે,વિશ્વના અન્ય દેશોમાં કોરોનાની ત્રીજી લહેર સામે ઝઝુમી રહ્યા હતાં ત્યારે ભારત દેશ અને ગુજરાતમાં થયેલ સફળ રસીકરણના પરિણામે જ આપણે સુરક્ષિત રહી શક્યાં છીએ. તા. 26-02-2023 ની સ્થિતિએ ગુજરાત રાજ્યને કુલ 9,45,95,400 ડોઝ કોવિશિલ્ડ, 1,86,16,370 ડોઝ કોવેકસિન અને 43,21,500 ડોઝ કોર્બેવેક્શ મળીને કુલ 11,75,33,270 ડોઝ કોવિડ-19રસીના મળ્યા છે, જેનુ સફળ રસીકરણ રાજ્યમાં થયું છે.
રાજ્યમાં કોરોના કેસમાં આવ્યો ઉછાળો
રાજ્યમાં એક તરફ અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો છે તો બીજી તરફ કોરોનાના કેસમાં અચાનક વધારો થતા ફફડાટ ફેલાયો છે. રવિવાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. આજે 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 13 કેસ, રાજકોટમાં 2 કેસ, ભાવનગર, રાજકોટ શહેર, સુરત અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. આમ અચાનક કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે.
હોળી પહેલા કોરોનાના કેસ વધતાં ચિંતાનો માહોલ
કોરોના વાયરસે ફરી એકવાર ચિંતા વધારી છે. હોળીનો તહેવાર 8 ફેબ્રુઆરીએ દેશભરમાં ઉજવવામાં આવનાર છે. આ પહેલા જ ફરી એકવાર દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા એક સપ્તાહમાં ત્રણ ગણા વધુ કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ
Gujarat Weather: રાજયમાં ત્રણ દિવસ વરસાદની આગાહી, અમરેલી સહિત અહીં પડશે કરા