શોધખોળ કરો

Gandhinagar: ઈરાનમાં અપહરણનો ભોગ બનનાર દંપત્તિ પહોંચ્યું ગાંધીનગર, હજુ પણ ડરથી કાંપી રહ્યો છે પંકજ પટેલ, જાણો કેવી છે તબિયત

ગાંધીનગર: ઈરાનમાં અપહરણનો ભોગ બનેલ નરોડાનું દંપત્તિ હાલમાં વતન પરત ફર્યું છે. ગાંધીનગરની એસકે હોસ્પિટલમાં હાલ પંકજ પટેલની સારવાર ચાલી રહી છે. પંકજ પટેલની હાલની પરિસ્થિતિ અંગે સારવાર કરી રહેલા ડોકટરે નિવેદન આપ્યું છે.

ગાંધીનગર: ઈરાનમાં અપહરણનો ભોગ બનેલ નરોડાનું દંપત્તિ હાલમાં વતન પરત ફર્યું છે. ગાંધીનગરની એસકે હોસ્પિટલમાં હાલ પંકજ પટેલની સારવાર ચાલી રહી છે. પંકજ પટેલની હાલની પરિસ્થિતિ અંગે સારવાર કરી રહેલા ડોકટરે નિવેદન આપ્યું છે. પંકજ પટેલ અને તેના પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પંકજ પટેલને પીઠમાં 25 જેટલા ઘા મારવામાં આવ્યા છે. પંકજ પટેલની માનસિક સ્થિતિ હજુ સારી નથી. ડોક્ટરે કહ્યું કે, અમે વાત કરી ત્યારે પણ ખૂબ ડરતા હતા, હજુ ખૂબ ડરી રહ્યા છે.

Gandhinagar: ઈરાનમાં અપહરણનો ભોગ બનનાર દંપત્તિ પહોંચ્યું ગાંધીનગર, હજુ પણ ડરથી કાંપી રહ્યો છે પંકજ પટેલ, જાણો કેવી છે તબિયત

પંકજ પટેલ હોસ્પિટલમાં આવીને ખુબ રડ્યા છે. પીઠના ભાગે ઇન્ફેક્શન થયેલું છે. 7થી 8 દિવસ જમવાનું ખૂબ ઓછું મળ્યું છે. પંકજ ભાઈના વાઇફ પ્રેગ્નેન્ટ છે. તેમની અને તેમના ગર્ભમાં રહેલા બાળકી તબિયત સારી છે. પંકજભાઈ કરતા તેમના પત્ની મેન્ટલી સ્ટ્રોંગ છે.

તો બીજી તરફ આ અંગે પંકજ પટેલના મામાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હાલ પંકજ અને તેમની પત્ની હોસ્પિટલમાં છે. ડોક્ટરના કહેવા પ્રમાણે પંકજને 8 કલાક હોસ્પિટલમાં રાખવો પડશે. કદાચ એક દિવસ પણ હોસ્પિટલમાં રાખવો પડશે.  રાજ્ય સરકાર, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસના પ્રયાસથી પાછા આવ્યા છે. પંકજ હજુ પણ ડરી રહ્યો છે. 6 દિવસ સુધી એમને સાથ સહકાર આપનાર તમામનો આભાર માનીએ છીએ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને હર્ષ સંઘવીનો ખાસ આભાર.

શું હતો કેસ?

 અમદાવાદના નરોડામાં રહેતા દંપતી પંકજ અને નીશા પટેલે એજન્ટ મારફતે વાયા ઈરાન થઈને અમેરિકા જવા નીકળ્યું હતું. અમેરિકા જવા માટે 1.15 કરોડ રૂપિયામાં ડીલ નક્કી થઈ હતી, જોકે તેમણે એજન્ટને કોઈ રૂપિયા આપ્યા નહોતા. તેમને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યા. ત્યાંથી બીજો એજન્ટ વાયા દુબઈ, ઈરાન થઈને અમેરિકા લઈ જશે તેવી ડીલ થઈ હતી. જોકે અમેરિકા જવાના બદલે ઈરાનમાંથી તેમનું અપહરણ કરી લેવાયું હતું.

પીઠ પર બ્લેડના ઘા

સામે આવેલા વીડિયોની અંદર યુવકને ઊંધો સૂવડાવી દેવામાં આવ્યો છે અને એક વ્યક્તિ તેના પીઠ ઉપર બ્લેડ વડે સંખ્યાબંધ વાર ઈજા પહોંચાડે છે. થોડીવારમાં આખી પીઠ લોહીથી ખરડાઈ જાય જાય છે અને દર્દમાં કણસતો, બૂમો પાડતો યુવક અપહરણ કરનાર લોકોને રૂપિયા ચૂકવી દેવા માટે આજીજી કરી રહ્યો છે. જો આ યુવકનું અપહરણ થયું હોય તો અમેરિકા જવાની ઘેલછામાં વધુ એક યુવક ફસાયો હોવાનું સ્પષ્ટ સાબિત થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો

Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી

ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Gujarat Cold: કાતિલ ઠંડી માટે  તૈયાર રહો, હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી

Smartphones: જો તમે નવો ફોન ખરીદવા માંગતા હોવ તો થોભી જજો! આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યા છે ધાંસુ મોબાઈલ!

Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત

Embed widget