શોધખોળ કરો
Advertisement
ગાંધીનગરઃ મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોનાની એન્ટ્રી, કોને લાગ્યો કોરોનાનો ચેપ?
સ્વર્ણિક સંકુલ-1 સ્થિત મુખ્યમંત્રી કાર્યાલયમાં એક કર્મચારીને કોરોના થયો છે. એજંસી અંતર્ગત કામ કરતો કર્મચારી કોરોના સંક્રમિત થયો છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી તો કોરોનાના કેસો હજારને પાર થઈ ગયા છે. ત્યારે હવે કોરોનાની મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ એન્ટ્રી થઈ છે. સ્વર્ણિક સંકુલ-1 સ્થિત મુખ્યમંત્રી કાર્યાલયમાં એક કર્મચારીને કોરોના થયો છે. એજંસી અંતર્ગત કામ કરતો કર્મચારી કોરોના સંક્રમિત થયો છે. જોકે, મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરતા અન્ય લોકો માટે રાહતના સમાચાર એ છે કે, આ કર્મચારી છેલ્લા ચાર-પાંચ દિવસથી ઓફિસે આવતો ન હતો. જેથી બીજાને ચેપ લાગવાની શક્યતા નહીવત છે.
જરાતમાં ગઈ કાલે કોરોનાના 1056 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 22 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2674 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,170 એક્ટિવ કેસ છે, જ્યારે 55,276 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 76 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,094 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 72,120 પર પહોંચી છે.
રાજ્યમાં ગઈ કાલે કુલ 1138 દર્દી સાજા થયા હતા અને 29,604 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 10,17,234 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,95,241 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,96,644 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1597 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion