(Source: ECI/ABP News/ABP Majha)
નવરાત્રિ અને ભાદરવી પૂનમના મેળાને લઈને નીતિન પટેલે શું આપ્યા મોટા સંકેત? જાણો વિગત
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતીઓનો પ્રિય તહેવાર નવરાત્રી અને ભાદરવિ પૂનમ આવી રહી છે. તે અંગે કેવા નિયમો કરવા, કેવી છૂટછાટ અપાશે તે અંગે કોર ટિમમાં નિર્ણય કરીને જાહેરાત કરીશું.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સરકાર એક પછી એક છૂટ આપી રહી છે. રાજ્યમાં આગામી સમયમાં આવનારા ગણેશ મહોત્સવમાં છૂટ આપી છે. અગાઉ જન્માષ્ટમી અને રથયાત્રામાં પણ છૂટછાટ આપી હતી. હવે ગુજરાત સરકાર નવરાત્રિ અને ભાદરવી પૂનમને લઈને મોટો નિર્ણય લઈ શકે છે.
આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાદરવી પૂનમના મેળા અને નવરાત્રી મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતીઓનો પ્રિય તહેવાર નવરાત્રી અને ભાદરવિ પૂનમ આવી રહી છે. તે અંગે કેવા નિયમો કરવા, કેવી છૂટછાટ અપાશે તે અંગે કોર ટિમમાં નિર્ણય કરીને જાહેરાત કરીશું. આમ, નીતિન પટેલે હવે નવરાત્રિમાં છૂટછાટ મળે તેવા સંકેતો આપી દીધા છે. જોકે, સરકાર કેવી છૂટછાટ આપે છે, તે જોવાનું રહ્યું.
પાટીદારોને OBCમાં સમાવેશ મુદ્દે કેન્દ્રીય મંત્રી અઠાવલે શું આપ્યું મોટું નિવેદન?
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પાટીદારને OBCમાં સામેલ કરવા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પાટીદારો, મરાઠા અને જાટ સમુદાયના લોકોનો ઓબીસીમાં સમાવેશ ન કરવો જોઇએ. પાટીદારોને ઓબીસીમાં સમાવવાના બદલે સરકાર અલગ વ્યવસ્થા કરે. તેમણે એમ પણ કહ્યું હતું કે, દલિતોને અધિકાર નથી મળતો તે માત્ર ગુજરાત નહીં દેશનો વિષય છે. સફાઇ કામદારોને ન્યાય અપાવવાની પોલિસી અમારી છે. આજે પણ દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે.
કેન્દ્રિય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલે હાલ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમણે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. રામદાસ અઠાવલે કહ્યું કે 2024માં ભાજપ 350 થી 400 બેઠકો જીતશે અને મોદી સરકારના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે.
રામદાસ અઠાવલે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને અન્ય ચાર રાજ્યોમાં યોજાનાર ચૂંટણીઓમાં ભાજપને જ સમર્થન કરશે તેવું કહ્યું હતું. આ સાથે તેમણે મોદી સરકારના 7 વર્ષના શાસનના વખાણ કર્યા હતા અને મોદી સરકારની વેક્સિનેશનની કામગીરીને પણ વખાણી હતી.
કેન્દ્રિયમંત્રી રામદાસ અઠાવલે પાટીદાર સમાજને OBCમાં સમાવાને લઇને પણ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પાટીદારોની ઓબીસીમાં સામેલ ન કરી શકાય. તેમને અલગ ક્વોટા બનાવીને અનામત આપી શકાય તેવું કહ્યું છે. જેને લઈને રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. જ્યારે રામદાસ અઠાવલે દલિતો મુદ્દે પણ નિવેદન આપતા કહ્યું હતું કે કેટલાક લોકોને દલિત સારા કપડાં પહેરે કે ઘોડા પર બેસે તો સારું લાગતું નથી.