શોધખોળ કરો

નીતિન પટેલે કહ્યું, હું અને સી.આર.ભાઈ બન્ને વ્હાઈટ કપડાં પહેરીએ છીએ ને ઊંચાઈમાં પણ સરખા જ છીએ.....

પહેલાના સમયમાં હું છેલ્લી હરોળમાં બેસતો હતો પરંતુ આજે પક્ષે મને ડેસ્ક ઉપર બેસાડ્યો છે. આ ફક્ત ભાજપમાં જ શક્ય બને છે, જ્યારે બીજેપીમાં પ્રમુખની જવાબદારી કેટલી સહજતાથી થાય છે એ આજનું ઉદાહરણ છે.

ગાંધીનગર: ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલે મંગળવારે પદભાર સંભાળ્યો હતો. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત ગણતરીના આગેવાનોની હાજરીમાં પ્રમુખપદ સંભાળ્યા બાદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં હું છેલ્લી હરોળમાં બેસતો હતો પરંતુ આજે પક્ષે મને ડેસ્ક ઉપર બેસાડ્યો છે. આ ફક્ત ભાજપમાં જ શક્ય બને છે, જ્યારે બીજેપીમાં પ્રમુખની જવાબદારી કેટલી સહજતાથી થાય છે એ આજનું ઉદાહરણ છે. વધુમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, હું છેલ્લી પાટલીમાં બેસતો હતો, ત્યાંથી મને અહીં સુધી પહોંચાડ્યો છે અને આ પ્રક્રિયા પહેલા પ્રચલિત છે. સંગઠન અને કાર્યની વાત કરતા કહ્યું કે, ગુજરાતના સંગઠનમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી સરકારની યોજનાઓને લાભાર્થી સુધી પહોંચાડવો તેનો પ્રયાસ કરીશું. બધાંનો આભાર માનું છું કે, મારા પર વિશ્વાસ મુક્યો છે અને આ જવાબદારી સોંપી છે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના પદગ્રહણ સમારંભમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હળવી શૈલીમાં ટકોર કરી હતી. નીતિન પટેલે પોતાના ભાષણમાં નવા પ્રમુખ સી.આર.પાટીલને સી.આર.ભાઈ તરીકે સંબોધન કર્યું હતું. તેમણે કપડાં બાબતે બંને વચ્ચેની સામ્યતા અંગે કહ્યું હતું કે, અમે બંને વ્હાઈટ કપડાં પહેરીએ છીએ. જ્યારે ઊંચાઈમાં પણ અમે બંને સરખા છીએ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આજે બીજેપીના નવા અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલે ચાર્જ સાંભળી લીધો છે. વર્ષો સુધી સંગઠનનું કામ કર્યું છે. બધાંને ભરોસો છે કે, તેમના નેતૃત્વમાં પ્રદેશ બીજેપી પ્રગતિ કરશે. નીતિન પટેલે કહ્યું, હું અને સી.આર.ભાઈ બન્ને વ્હાઈટ કપડાં પહેરીએ છીએ ને ઊંચાઈમાં પણ સરખા જ છીએ..... આવનારી તમામ ચૂંટણી અને 2022ની વિધાનસભામાં 7મી વખત બીજેપીની સરકાર બનશે. પાટીલ સાંસદ તરીકે નવીનતમ પ્રયોગ કરી સરકારી યોજના ઘરે ઘરે પહોંચે તેનું કામ કર્યું છે. ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં માહિર છે. બનારસની જવાબદારી અને બિહારમાં સહ પ્રભારી રહ્યા છે એટલે બહોળો અનુભવ અને પીઢ નેતા છે અને તેના નેતૃત્વમાં આગળ વધશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget