શોધખોળ કરો

ગુજરાત છોડી દેવાના નિવેદન અંગે જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન, મારે કોઈના...

જીતુ વાઘાણીએ ગુજરાતના શિક્ષણને લઈને આપેલા નિવેદન બાદ વિવાદ વધી ગયો છે. ઘણા રાજકીય આગેવાનોએ તેમના નિવેદનની ટિકા કરી છે. જો કે, વધતા વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રીએ તેમણે આપેલા નિવેદન અંગે સ્પષ્ટતા કરી હતી.

ગાંધીનગર: રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતના શિક્ષણને લઈને આપેલા નિવેદન બાદ વિવાદ વધી ગયો છે. ઘણા રાજકીય આગેવાનોએ તેમના નિવેદનની ટિકા કરી છે. જો કે, વધતા વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ તેમણે આપેલા નિવેદન અંગે સ્પષ્ટતા કરી હતી. ગુજરાત છોડી દેવાના જીતુ વાઘાણીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, મારે કોઈના સર્ટિફિકેટની જરૂરિયાત નથી.

ગુજરાત અને દેશમાં રહીને દેશ વિરોધી વાતો કરવીએ અમુક લોકોનો સ્વભાવ છે. ગુજરાતને બદનામ કરવાને લઈને કાવતરું કરવાનું આ ષડયંત્ર છે.
આ ઉપરાંત મનીષ સીસોદીયાના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, સપના જોવાનો બધાને અધિકાર છે. વાઈરલ થયેલી ક્લિપ અંગે તેમણે કહ્યુ કે, મારી વાતના ટૂકડા ટુકડા કરીને બતાવવામાં આવી રહી છે. ગુજરાતમાં દેશ વિરોધી માનસિકતા ચલાવી લેવામાં આવશે નહીં. 

આ ઉપરાંત તેમણે ઢોર નિયંત્રણ બિલને લઈને પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કોઈને તકલીફ પડે તો એવું કામ અમે નથી કરવા માંગતા. આજે સીએમ હાઉસ ખાતે માલધારી સમાજના આગેવાનો સાથે મીટીંગ થઈ છે. યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી કાયદો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

ઈશુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા

જીતુ વાઘાણીના વિવાદિત નિવેદન મુદ્દે ઈશુદાન ગઢવીએ કહ્યું કે, ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાત છોડીને ક્યાંય જવાની જરુર નથી. 8 મહિના પછી ગુજરાતમાં આપની સરકાર બનશે ત્યારે ગુજરાતમાં જ દિલ્હી જેવી શાળાઓ અને શિક્ષણ મળશે.

ભરતી પ્રક્રિયામાં અનામત અંગે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

 ગુજરાત હાઇકોર્ટે ભરતી પ્રક્રિયામાં અનામત અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે કોઈ ભરતીમાં  અનામત કેટેગરીના ઉમેદવારે અનામતની છૂટછાટનો લાભ લીધો હોય તો તેને ઓપન કેટેગરીનો લાભ મળી શકે નહીં. ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે મેરીટ હોય તો પણ અનામતની છૂટછાટ મેળવ્યા બાદ ઓપન કેટેગરીમાં સમાવિષ્ટ કરવા માટે અનામત કેટેગરીના ઉમેદવારોની રજુઆત ગ્રાહ્ય રાખી શકાય નહીં. 

હાઇકોર્ટે નીચલી અદાલતોમાં આસીટન્ટસની પોસ્ટ માટે જાહેરાત બહાર પાડી હતી. 100થી વધુ ઉમેદવારોએ આસિસ્ટન્ટની પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયાના સિલેક્ટ લિસ્ટને હાઇકોર્ટમાં પડકાર્યુ હતું. પણ હાઇકોર્ટે આ અરજીને ફગાવી  હતી અને આ મહત્વનો ચુકાદો આપ્યો હતો. સાથે જ હાઇકોર્ટે આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંક્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ Final Live Score:  ન્યૂઝીલેન્ડની બેટિંગ શરૂ, વિલ યંગ અને રચિન રવિન્દ્ર ક્રિઝ પર

Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી

Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'

IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર

ABP Premium

વિડિઓઝ

Banaskantha Accident : ડીસા હાઈવે પર બાઇકમાં અચાનક લાગી આગ, ચાલકનું મોતGyan Prakash Swami Statement : બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ, જલારામબાપા મુદ્દે મોરારિ બાપનું નિવેદનAhmedabad Liquor Party : પોલીસને ખુલ્લી ચેલેન્જ , અમદાવાદમાં જાહેરમાં દારૂની પાર્ટીUSA Hindu Temple News: કેલિફોર્નિયામાં હિંદુ મંદિરોમાં કરાઈ તોડફોડ, દિવાલો પર લખાયા આપત્તિજનક શબ્દો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ Final Live Score:  ન્યૂઝીલેન્ડની બેટિંગ શરૂ, વિલ યંગ અને રચિન રવિન્દ્ર ક્રિઝ પર
IND vs NZ Final Live Score: ન્યૂઝીલેન્ડની બેટિંગ શરૂ, વિલ યંગ અને રચિન રવિન્દ્ર ક્રિઝ પર
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
Maha kumbh 2025: કુંભ સ્નાન કરનારાઓ પર રાજ ઠાકરેનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'હું ગંગાના તે ગંદા પાણીમાં...'
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
IND vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પર 5000 કરોડનો સટ્ટો! ટીમ ઇન્ડિયા કે ન્યુઝીલેન્ડ? જાણો કોને જીતાડી રહ્યું છે સટ્ટા બજાર
IND vs NZ:  ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલને લઈ અક્ષર પટેલના માતાપિતાનું મોટું નિવેદન, કહ્યું- અમારો દીકરો....

IIFA Digital Awards 2025: 'અમર સિંહ ચમકીલા' બની શ્રેષ્ઠ ફિલ્મ, વિક્રાંત મેસી અને કૃતિ સેનનને મળ્યો એવોર્ડ, જુઓ લીસ્ટ

પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી  સત્તાવાર જાહેરાત

Holi-2025: શું તમે જાણો છો હર્બલ રંગોથી જ કેમ રમવી જોઈએ હોળી,કૃત્રિમ રંગોના નુકસાન જાણશો તો ચોંકી જશો

Embed widget