IND vs NZ Final : ભારતે સતત બીજી ICC ટૂર્નામેન્ટ જીતી, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું
2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ આજે રમાવાની છે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો ટાઈટલ મેચમાં સામસામે ટકરાશે.

Background
India vs New Zealand, Final: 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ આજે રમાવાની છે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો ટાઈટલ મેચમાં સામસામે ટકરાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલ મેચનો ટોસ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે થશે, જ્યારે મેચ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે.
દુબઇની પિચ રિપોર્ટ, કોણ મારશે બાજી ?
ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની શરૂઆતથી, દુબઈની પિચ બેટ્સમેનોને પરેશાન કરી રહી છે. ભારત અત્યાર સુધી સમગ્ર ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સ્કૉર કરનારી ટીમ છે, જેણે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે 265 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. હંમેશની જેમ, ભારત-ન્યૂઝીલેન્ડ ફાઇનલ મેચમાં નવા બોલ સાથે ઝડપી બોલરો અસરકારક સાબિત થઈ શકે છે. અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે સ્પિનરો દુબઈમાં બોલ 10-15 ઓવર જૂનો થયા પછી જ પોતાનું જાળું વણવાનું શરૂ કરે છે. પિચની સ્થિતિ જોતાં, શક્ય છે કે ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લે.
બેટ્સમેનો પર કહેર બનીને તૂટશે સ્પિનર્સ ?
અત્યાર સુધીમાં ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 ની ચાર મેચ દુબઈમાં રમાઈ ચૂકી છે. આ ચાર મેચોમાં સ્પિન બોલરોએ કુલ 30 વિકેટ લીધી છે. ખાસ કરીને વરુણ ચક્રવર્તી ટીમ ઈન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ બનીને ઉભરી આવ્યો છે. દુબઈની પિચે મોહમ્મદ શમીને પણ મદદ કરી છે, જે હાલમાં ટૂર્નામેન્ટના સૌથી વધુ વિકેટ લેનાર બોલર (8) છે. એકંદરે, અંતિમ મેચ પણ ઓછા સ્કોરવાળી હોઈ શકે છે, જ્યાં બોલરોનો હાથ ઉપર હોઈ શકે છે.
બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડ -
ભારતીય ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી.
ન્યૂઝીલેન્ડ ટીમ -
મિશેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લેથમ, ડેરિલ મિશેલ, વિલ ઓ'રોર્ક, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, બેન સીઅર્સ, નાથન સ્મિથ, કેન વિલિયમસન, વિલ યંગ, જેકબ ડફી.
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી
ભારતે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને છ વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઇટલ જીતી લીધું છે. ભારતનું આ સતત બીજું ICC ટૂર્નામેન્ટ ટાઇટલ છે. આ પહેલા 2024માં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
IND vs NZ Final Live Score: હાર્દિક પંડ્યા પેવેલિયન પરત ફર્યો હતો
હાર્દિક પંડ્યા 48મી ઓવરમાં આઉટ થયો હતો. તે 18 બોલમાં 18 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ભારતે 241 રનમાં છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. હવે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 15 બોલમાં માત્ર 11 રન બનાવવાના છે.




















