Gujarat Weather: આકરા તાપમાં શેકાવા થઈ જાવ તૈયાર,આવતીકાલથી અમદાવાદ સહિત આ વિસ્તારમાં હીટવેવની આગાહી
Gujarat Weather: શિયાળો હવે વિદાઈ લઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ગરમીને લઈ મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં ગરમીમાં શેકાવા માટે તૈયાર થઈ જજો.

Gujarat Weather: શિયાળો હવે વિદાઈ લઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ગરમીને લઈ મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં ગરમીમાં શેકાવા માટે તૈયાર થઈ જજો. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી અમદાવાદ શહેરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં 40થી 42 ડિગ્રી તાપમાન થવાની સંભાવના છે.
રાજ્યમાં ગરમીનું મોજુ પ્રવર્તવાની સંભાવના
આજે કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. 10 માર્ચ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, દમણ અને હવેલીમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
11મી માર્ચ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર ,રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ ,વડોદરા, સુરત, વલસાડ અને દમણમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
12 માર્ચે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
આગામી ૩-૪ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના આંતરિક ભાગો અને ઉત્તર ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40-42 ૦ સે.ની રેન્જમાં રહેવાની સંભાવના છે. આને કારણે, આ ભાગોમાં ગરમીનું મોજું પ્રવર્તવાની સંભાવના છે.
IMD અનુસાર, એક નવો પશ્ચિમી વિક્ષેપ એટલે કે, વેસ્ટર્ન ડિસ્ટબન્સ આવવાનો છે. જેના કારણે 9 થી 15 માર્ચ દરમિયાન ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
એક તરફ, જો પહાડી રાજ્યોમાં વરસાદ પડશે, તો દિલ્હી-એનસીઆરનું હવામાન ખરાબ થઈ શકે છે. 10 માર્ચે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ઉપરાંત મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં ગરમી રહેશે.
ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં આજથી ગરમીનો પ્રકોપ શરૂ થશે અને ત્યારબાદ 9-12 માર્ચ દરમિયાન ગુજરાતના અન્ય ભાગો અને કોંકણમાં ફેલાશે. આ રીતે, 9 માર્ચથી નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેની અસર બતાવશે. 9 થી 14 માર્ચ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદ પડી શકે છે. હરિયાણા અને પંજાબની વાત કરીએ તો, પંજાબમાં 12-14 માર્ચે, હરિયાણામાં 13 અને 14 માર્ચે, પશ્ચિમ યુપીમાં 14 માર્ચે વરસાદ પડશે.
આ પણ વાંચો....
પાટીદાર અનામત આંદોલન સમયના વધુ 167 કેસ પરત ખેંચાયા, ગુજરાત સરકારે કરી સત્તાવાર જાહેરાત

