શોધખોળ કરો
Election Result 2025 : કમલમ ખાતે ઢોલ નગારા અને મીઠાઈ સાથે BJPએ કરી જીતની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો
Election Result 2025 : કમલમ ખાતે ઢોલ નગારા અને મીઠાઈ સાથે BJPએ કરી જીતની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો

કમલમ ખાતે જીતની ઉજવણી
1/6

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી પરિણામમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. 68 નગરપાલિકા પૈકી 60 નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે. આ જીતની ઉજવણી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કરવામાં આવી હતી. ગાંધીનગર કમલમ ખાતે ઢોલ નગારા સાથે કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
2/6

આ સાથે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ઉજવણી થઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિજયોત્સવમાં જોડાયા હતા નોંધનીય છે કે, અત્યાર સુધીના આંકડા મુજબ રાજ્યના 68માંથી 66 નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. જે 66માંથી 62 નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે.
3/6

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થઈ ચુક્યા છે. 66 નગરપાલિકાઓની ચૂંટણી પરિણામો પણ સામે આવી ગયા છે. કુલ 1844 બેઠકો હતી જેમાંથી 167 બેઠકો બિનહરીફ થઈ હતી. નગરપાલિકાની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપે શાનદાર જીત મેળવી છે.
4/6

રાજ્યના 68માંથી 66 નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે. જે 66માંથી 62 નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસને માત્ર 1 નગરપાલિકા મળી છે. દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકામાં જ કોંગ્રેસ જીતી શકી છે.
5/6

પોરબંદર જિલ્લાની કુતિયાણા, રાણાવાવમાં સપાની જીત થઈ છે. આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો જોવા મળ્યો છે. ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે. ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયત ભાજપે જીતી છે.
6/6

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી પરિણામમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. 68 નગરપાલિકા પૈકી 60 નગરપાલિકા પર ભાજપે કબજો કર્યો છે.
Published at : 18 Feb 2025 07:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
