શોધખોળ કરો

ગુજરાતના ખેડૂતો માટે  સૌથી મોટા સમાચારઃ આવતી કાલે જાહેર થશે રાહત પેકેજ

અતિવૃષ્ટિથી થયેલા નુકસાન માટેનું રાહત પેકેજ આવતી કાલે જાહેર થસે. આવતી કાલે કેબિનેટપછી આ પેકેજની જાહેરાત કરવામાં આવશે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતો માટે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અતિવૃષ્ટિથી થયેલા નુકસાન માટેનું રાહત પેકેજ આવતી કાલે જાહેર થસે. આવતી કાલે કેબિનેટપછી આ પેકેજની જાહેરાત કરવામાં આવશે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. રાહત પેકેજ સીધું જ ખેડૂતોના ખાતામાં આવશે. નોંધનીય છે કે, અગાઉ કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, દિવાળી પહેલા રાહત પેકેજ જાહેર થશે. ત્યારે હવે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં રાહત પેકેજના પૈસા જમા થાય તેવી શક્યતા છે. 

અગાઉ રાઘવજી પટેલે એબીપી અસ્મિતા સાથેની વાતચીત દરમિયાન જાહેરાત કરી હતી કે, દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થઈ જશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, અતિવૃષ્ટીથી ખેતીમાં થયેલા નુકસાન અંગે ટૂંક સમયમાં જ રાહત પેકેજ જાહેર થશે. દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થઈ શકે છે.

અતિવૃષ્ટી અને પૂરના કારણે ખેતી અને જમીનને નુકસાન થયું છે. નુકસાનનો રાજ્ય સરકારે સર્વે કરાવ્યો છે. જિલ્લા કક્ષાએથી રાજ્ય સરકારને નુકસાનનો અહેવાલ મળ્યો છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર સહાયની જાહેરાત કરશે. અતિવૃષ્ટિના કાણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. નુકસાનનું વળતર ચૂકવવા માટે રાજ્ય સરકારને અનેક રજૂઆત મળી છે. તમામ ખેડૂતોને સરખો ન્યાય મળે એ માટે સહાય ચૂકવવામાં વિલંબ થયો.

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામની યાત્રાએ ગયેલા ગુજરાતના મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતા પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા છે. ત્યારે ઉત્તરાખંડમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી ચારધામ યાત્રાને પણ અટકાવી દેવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓને મદદ કરવા સતર્ક છે. 

ઉત્તરાખંડમાં વરસાદી તોફાનથી યાત્રીઓને તકલીફ ન પડે તેને લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક છે. યાત્રીઓની સુવિધા અને સુરક્ષાને લઈ પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના મુખ્ય સચિવે પણ ઉત્તરખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. ગુજરાતીઓને મદદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. 

ઉત્તરાખંડ સરકારે પણ ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટને મદદ કરવા ખાતરી આપી છે. છૂટાછવાયા ગ્રૂપમાં ગુજરાતીઓ ઉત્તરાખંડમાં અટાવાયા હોવાનું મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. ઉત્તરાખંડ સરકાર જે માહિતી આપશે તે મુજબ રાજ્ય સરકાર કાર્યવાહી કરશે, તેમ તેમણે ઉમેર્યું હતું. 

નોંદનીય છે કે, ઉત્તરાખંડમાં રાજકોટના 16 સભ્યો, અમદાવાદના થલતેજના 6 યાત્રીઓ, અમદાવાદના નવા વાડજ અને મણીગનરના રહેવાસીઓ પણ કેદારનાથમાં ફાસયા છે. આ ઉપરાંત ધોળકાના કેટલાક લોકો ઉત્તરાખંડમાં ફસાયા છે. મોટી સંખ્યામાં ગુજરાતી યાત્રીઓ ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના વિસ્તારોમાં અટવાયા છે. મણિનગરનો એક પરિવાર નેતાલામાં ફસાયો છે. પરિવારે પ્લેનનું બુકિંગ હોવાથી યાત્રા ટુંકાવાનો વારો આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ગંગોત્રીમાં ભારે વરસાદને કારણે ત્રણ હજારથી વધુ વાહનો અટવાયા છે. જ્યારે રાજકોટના 180 લોકોનું એક ગ્રુપ ગંગોત્રી જતા રસ્તામાં ફસાઈ ગયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Embed widget