Filmfare Award 2024: ગિફ્ટસિટીમાં આ તારીખે યોજાશે ફિલ્મફેર એવોર્ડ, સેલેબ્સનો થશે જમાવડો ગાંધીનગર
GIFT City: ફિલ્મ ફેર એવોર્ડ સમારોહના માધ્યમથી ગિફ્ટસિટીનું સમગ્ર દેશ-દુનિયામાં માર્કેટિંગ કરવા ગુજરાત ટુરિઝમે પ્રયાસ કર્યા છે.
Filmfare Award in Gifit City: ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડ યોજાશે. 28 જાન્યુઆરીના રોજ ગિફ્ટસિટી ખાતે યોજાશે ફિલ્મફેર એવોર્ડ 2024 ફંકશન યોજાશે. બોલીવુડના ખ્યાતનામ કલાકારો ગુજરાત ગિફટ્સિટીના મેહમાન બનશે.અગાઉ ફિલ્મફેર એવોર્ડ મહાત્મા મંદિરમાં યોજાય તેવી ચર્ચા હતી પણ દારૂ મુક્તિના નિર્ણય બાદ ફિલ્મફેર એવોર્ડ સમારોહ ગિફ્ટસિટીમાં યોજાશે.
ફિલ્મ ફેર એવોર્ડ સમારોહના માધ્યમથી ગિફ્ટસિટીનું સમગ્ર દેશ-દુનિયામાં માર્કેટિંગ કરવા ગુજરાત ટુરિઝમે પ્રયાસ કર્યા છે. નોંધનીય છેકે, ગિફ્ટસિટીમાં ફિલ્મસ્ટાર અક્ષયકુમારે લકઝુરિયસ એપાર્ટમેન્ટ બુક કરાવ્યુ છે. સત્તાધીશોને આશા છેકે, હજુ ફિલ્મ કલાકારો ગિફ્ટસિટીમાં રોકાણ કરી શકે છે.
ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સંસ્કૃતિ વચ્ચેના આદાનપ્રદાનને વધુ સૃદઢ અને સરળ બનાવવાની સાથે ફિલ્મઉદ્યોગનું ગુજરાતમાં રોકાણ થાય હેતુસર ફિલ્મફેર એવોર્ડ સમારોહ આયોજીત કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની તર્જ પર, ફિલ્મફેર પુરસ્કારો 21 માર્ચ, 1954ના રોજ પ્રથમ વખત આપવામાં આવ્યો હતો. તે સમયે, ટાઇમ્સ ગ્રુપના સંપાદક ક્લેર મેન્ડોન્કાના નામ પરથી તેનું નામ ક્લેર એવોર્ડ રાખવામાં આવ્યું હતું. પ્રથમ વખત આ એવોર્ડ વધુ પાંચ કેટેગરીમાં આપવામાં આવ્યો હતો. આ શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો એવોર્ડ એમ 5 કેટેગરીમાં અપાયો હતો. ફિલ્મ ‘દો બીઘા જમીન’ને પહેલીવાર ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. દિલીપ કુમારને ફિલ્મ 'દાગ' માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મીના કુમારીને ફિલ્મ 'બૈજુ બાવરા' માટે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી હતી. બૈજુ બાવરા માટે નૌશાદ અલીને શ્રેષ્ઠ સંગીત નિર્દેશકનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ ફિલ્મ જગતમાં ખૂબ જ પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. 65મો ફિલ્મફેર એવોર્ડ 2020 માં યોજવામાં આવ્યો હતો. આ માટે આસામની રાજધાની ગુવાહાટીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈની બહાર કોઈ એવોર્ડ સમારોહ યોજાયો હોય તેવી આ પ્રથમ ઘટના હતા.. આ વખતે ઈવેન્ટ જાણીતા નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે હોસ્ટ કરી હતી.