શોધખોળ કરો
ગાંધીનગરઃ 35 વર્ષના સ્વામીનારાયણ સાધુને થઈ ગયો યુવતી સાથે પ્રેમ, સાધુ 'હવે હું સંસારમાં જાઉં છું' કહીને ક્યાં જતા રહ્યા ?
આ અહેવાલમાં એવો પણ દાવો કરાયો છે કે, યુવા સાધુ જ્યારે મંદિર છોડીને રવાના થયા ત્યારે મોટા સાધુને 'હવે હું સંસારમાં જાઉં છું' તેવી જાણ કરીને ગયાં છે.
![ગાંધીનગરઃ 35 વર્ષના સ્વામીનારાયણ સાધુને થઈ ગયો યુવતી સાથે પ્રેમ, સાધુ 'હવે હું સંસારમાં જાઉં છું' કહીને ક્યાં જતા રહ્યા ? Gandhinagar, 35-year-old Swaminarayan sadhu fell in love with a young woman ગાંધીનગરઃ 35 વર્ષના સ્વામીનારાયણ સાધુને થઈ ગયો યુવતી સાથે પ્રેમ, સાધુ 'હવે હું સંસારમાં જાઉં છું' કહીને ક્યાં જતા રહ્યા ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/16160235/affair.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગરઃ ગાંધીનગરના કાલુપુર સંપ્રદાયના સ્વામિનારાયણ મંદિરના 35 વર્ષની વયના યુવા સાધુને એક યુવતી સાથે પ્રેમ થઈ જતાં પંદર દિવસથી ગાયબ થઈ ગયા છે. આ સાધુ યુવતી સાથે સંસાર માંડવા માટે કેનેડા જતા રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી હોવાનો ગુજરાતના ટોચના ગુજરાતી અખબારના અહેવાલમાં દાવો કરાયો છે. આ અહેવાલ પ્રમાણે 35 વર્ષની વયના યુવાન સાધુ ભગવાં વસ્ત્રો ત્યજીને કેનેડા રવાના થઈ ગયા હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
આ અહેવાલમાં એવો પણ દાવો કરાયો છે કે, યુવા સાધુ જ્યારે મંદિર છોડીને રવાના થયા ત્યારે મોટા સાધુને 'હવે હું સંસારમાં જાઉં છું' તેવી જાણ કરીને ગયાં છે. જો કે મંદિરના સંચાલકો કંઈ બોલવા તૈયાર નથી. સંચાલકો આ યુવા સાધુ હાલ મંદિરમાં નથી એવુ કહીને વાતને ચાળ રહ્યા છે.
આ અહેવાલમાં કરાયેલા દાવા પ્રમાણે, આશરે 35 વર્ષની વય આસપાસના યુવા સાધુને સંસારનો રંગ લાગ્યો હોવાની ચર્ચાએ વેગ પકડયો છે. થોડા સમય પહેલાં સાધુના સંબંધો અંગે વાત ઉડી હતી. એ વખતે સંસ્થાની બદનામી ના થાય તેથી સાધુને સંયમિત બનીને આચરણ કરવા સલાહ આપવામાં આવી હતી. અલબત્ત સાધુ એ પછી પણ પ્રેમિકાને છોડવા તૈયાર ના થયા ને હવે આ યુવા સાધુ કેનેડા જતા રહ્યાની વાતે વેગ પકડયો છે. આ કિસ્સામાં પોલીસ તંત્રમાં કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)