શોધખોળ કરો

Gandhinagar : ફાર્મ હાઉસમાં બિઝનેસમેનની મિત્રે ગોળી મારી કરી નાંખી હત્યા, શું છે કારણ?

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, હત્યાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ તપાસ પછી જ આ બિઝનેસમેનની હત્યા કેમ કરવામાં આવી તે જાણવા મળશે. 

ગાંધીનગરઃ સરગાસણ ખાતે આવેલા ફાર્મ હાઉસમાં વેપારીની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવતા ચકચાર મચી ગઈ છે. મૂળ ભાવનગરના અને જમીન લે-વેચ સાથે સંકળાયેલા વેપારીને તેના જ મિત્રો ગોળી મારીને હત્યા કરી નાંખી હોવાનું જાણવા મળ્યું છે.  કોઈ બાબતે તકરાર થતા ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી. 

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ગઈ કાલે રાત્રે પ્રવિણભાઈ કલ્યાણભાઈ માણિયાનું સરગાસણના હડમતિયા પાસે તેમનું ફાર્મ હાઉસ આવેલું છે. ત્યાં તેમના મિત્રો સાથે બેઠા હતા. જ્યાં કોઈ બાબતે તેમને રકઝક થઈ હતી. જેમાં એકને તલવારી મારી છે. જ્યારે પ્રવિણભાઈ ઉપર ફાયરિંગ કરાયું છે. ઘાયલ પ્રવિણભાઈને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. આ અંગે હત્યાનો ગુનો નોંધાયો છે. તેમના મિત્રોને રાઉન્ડઅપ કર્યા છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, હત્યાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ તપાસ પછી જ આ બિઝનેસમેનની હત્યા કેમ કરવામાં આવી તે જાણવા મળશે. 

અન્ય એક ઘટનાની વાત કરીએ તો, રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર ગત બુધવારે રાતે થયેલી યુવકીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. ફોર્ચ્યુન હોટલ પાછળ ખોડિયાર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મૂળ યુપીના નિર્મોહી ઉર્ફ ભભૂતિ રામતિરથ ચૌહાણની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા આડાસંબંધમાં થઈ હોવાનો ધડાકો પોલીસે કર્યો છે. નિર્મોહીની હત્યા કરનાર માસાને જેલ હવાલે કરી દેવામાં આવી છે. 

આ અંગેની વિગતો એવી છે કે, નિર્મોહીની તેના જ માસા કુંદન ઉર્ફ કમલેશે છરાના ઘા મારીને પતાવી દીધો હતો. અન્ય બે શખ્સોને પણ સકંજામાં લીધા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, નિર્મોહીને તેની માસી સાથે આડાસંબંધ હતા. આ આડાસંબંધની માસાને ખબર પડી જતાં બબાલ થઈ હતી. આ સમયે મૃતકે કહ્યું હતું કે, હું તો તેની સાથે જ જીવીશ અને મરીશ. 

બુધવારે રાત્રે ખોડિયાર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં યુવક દોટ મુકીને ભાગતી વેળાએ ઉભેલી કાર સાથે અથડાઇને પડી ગયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ જોતાં તેના ગળા પર ઘા દેખાયો હતો. યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાતાં તેને મૃત જાહેર કરાયો હતો. ગઇ કાલે સવારે આ યુવાનની ઓળખ થઇ હતી. તે યુપીનો વતની નિર્મોહી ચૌહાણ હોવાનું અને હાલ મવડી અજંતા ઇન્ડસ્ટ્રીઝ સોરઠીયા સમાજની વાડી સામેના કારખાનામાં કામ કરી ત્યાં જ ઓરડીમાં રહેતો હોવાનું ખુલ્યું હતું.

તાલુકા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ તપાસ કરી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાંખી આરોપીઓને દબોચી લીધા હતા. નિર્મોહીની હત્યા તેના જ માસા કુંદન ઉર્ફ કમલેશે કરી હોવાનું  સામે આવ્યું છે. આ હત્યાકાંડમાં કુંદન સાથે તેનો સાળો સહિતના બે શખ્સો પણ સામેલ હોવાનું ખુલ્યું છે. પોલીસે નિર્મોહીના રૂમમેટની પુછતાછ કરતાં એવી માહિતી મળી હતી કે, નિર્મોહીને તેના જ માસા કુંદન સાથે માથાકુટ થઇ હતી. જેથી પોલીસે કુંદનને ઉઠાવી લઇ આકરી પુછપરછ કરતાં તેણે હત્યાની કબુલાત આપી હતી. માસા કુંદને તેને આ સંબંધો તોડી નાંખવા કહ્યું હતું જોકે, નિર્મોહી માનવા તૈયાર ન હોવાથી બંને વચ્ચે ઝઘડો થયો હતો અને બુધવારે સાંજે કુંદનને પતાવી દીધો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget