Gandhinagar: શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર, સુરતમાંથી કર્યો હતો 66 લાખનો તોડ
Gandhinagar: CID ક્રાઈમે આરોપી મહેન્દ્ર પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો.
Gandhinagar: ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની RTIથી વિગતો મેળવી ખોટી અરજીઓ કરીને શાળા સંચાલકો અને ટ્રસ્ટીઓ પાસેથી લાખો રૂપિયાનો તોડ કરનારા શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલના પાંચ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા.
ગાંધીનગરના સેકટર 7-ડીમાં રહેતા મહેન્દ્ર પટેલ વિરૂદ્ધ સીઆઈડી ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો હતો. મહેન્દ્ર પટેલે ગુજરાતના અલગ-અલગ શહેરમાં જય અંબે વિદ્યાભવન નામની ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું સંચાલન કરતા ટ્રસ્ટીને ધાક ધમકી આપી 66 લાખ રૂપિયાનો તોડ કર્યાનો ખુલાસો થયો હતો. CID ક્રાઈમે આરોપી મહેન્દ્ર પટેલની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી હતી. જોકે કોર્ટે આરોપી મહેન્દ્ર પટેલના 2 ફેબ્રુઆરીના સાંજે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ કર્યા મંજૂર કર્યા હતા.
સીઆઈડી ક્રાઈમે જરૂરી પુરાવાઓની તપાસ માટે રિમાન્ડની માંગ કરી હતી. અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. મહેન્દ્ર પટેલ RTI એક્ટિવિસ્ટ તરીકે માહિતી માંગતો હતો.
મહેન્દ્ર પટેલે 18થી વધુ શાળાઓનો તોડ કર્યો હતો. સુરતના એક શાળા સંચાલક પાસેથી તેણે 66 લાખ રૂપિયા પડાવ્યા હતા. મહેન્દ્ર પટેલ શાળાની મંજૂરી વિશે RTI કરી માહિતી માંગતો હતો. બાદમાં નિયમોના ઉલ્લંઘન બદલ મંજૂરી રદ કરાવવાની ધમકી આપી પૈસા પડાવતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, તોડબાજ મહેન્દ્ર પટેલ સાથે શિક્ષણ વિભાગના જ કેટલાક પૂર્વ અને વર્તમાન અધિકારીઓની સંડોવણી છે. CID ક્રાઈમને મહેન્દ્ર પટેલ પાસેથી 400થી વધુ ફાઈલો ઉપરાંત 1 કરોડ, 46 લાખ રૂપિયા મળી આવ્યા છે.
શું શું મળ્યું
CID ક્રાઈમને મહેન્દ્ર પટેલના ઘરેથી મળી 1 કરોડથી વધુની રોકડ રકમ મળી આવી છે. ઉપરાંત સોનાના દાગીના, જેને પણ સ્કૂલની મંજૂરી માંગી હોય તેમની સાથે સેટિંગ કરતો હતો. RTI કર્યા બાદ વાંધા ઉભા કરી તોડ કરતો હતો. તેની પાસેથી 400 કરતા વધુ ફાઈલો પણ મળી આવી છે.
બાળ ફિલ્મ બતાવવાના નામે મહેન્દ્ર પટેલ શાળામાં ઘૂસતો હતો
શિક્ષણ વિભાગના અનેક લોકો મહેન્દ્ર પટેલ સાથે જોડાયેલા હતા. 13 વર્ષ અગાઉ આ જ પ્રકારે રેકેટ સામે આવ્યું હતું. બાળ ફિલ્મ બતાવવાના નામે મહેન્દ્ર પટેલ શાળામાં ઘૂસતો હતો.સુરતના સ્કૂલ સંચાલક પ્રવીણ ગજેરાએ ફરિયાદ કરી હતી.