Gandhinagar : સુઘડ કેનલામાં યુવકે ઝંપલાવ્યું, યુવકને કેનાલમાંથી જીવતો બહાર કઢાયો
સુઘડ નર્મદા કેનાલમાં એક વ્યક્તિએ ઝપલાવ્યું હતું. કોઈ કેનાલમાં પડી ગયેલ છે એ અંગેનો ફાઈયર કોલ મળતા તાત્કાલિક ગાંધીનગર ફાયર સુઘડ નર્મદા કેનાલ પહોંચી બચાવ્યો હતો.
ગાંધીનગરઃ સુઘડ નર્મદા કેનાલમાં એક વ્યક્તિએ ઝપલાવ્યું હતું. કોઈ કેનાલમાં પડી ગયેલ છે એ અંગેનો ફાઈયર કોલ મળતા તાત્કાલિક ગાંધીનગર ફાયર સુઘડ નર્મદા કેનાલ પહોંચી અને ડૂબી રહેલ વ્યક્તિને ફાયરના જવાનોએ કેનાલમાં પડી જીવિત બહાર કાઢ્યા છે.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના તાજહોટલ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવકે કોઈ કારણસર સુઘડ નર્મદા કેનાલમાં ઝંપલાવી દીધું હતું. જોકે, ફાયરબ્રિગેડની ટીમ દોડી આવતાં તેમણે યુવકનો જીવ બચાવી લીધો હતો અને તેને હેમખેમ કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. જોકે, યુવકે કેમ આપઘાતનો પ્રયાસ કર્યો તે જાણી શકાયું નથી.
ગુજરાતમાં એક જ દિવસમાં બે-બે સગીરા પર દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ, જાણો સંપૂર્ણ વિગત
સુરતઃ ગુજરાતમાં આજે એક જ દિવસમાં સગીરા પર દુષ્કર્મની બે-બે ઘટના સામે આવી છે. છોટાઉદેપુરના બોડેલી ખાતે અભ્યાસ અર્થે આવેલ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું છે. ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી 15 વર્ષની તરૂણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ડુમા ગામ પાસે ડુંગરમાં લઈ જઈ બદકામ કર્યું. છેલ્લા બે વર્ષથી અવારનવાર દુષ્કર્મ આચાર્યાનો આક્ષેપ થયો છે. સગીરાની માતાએ બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જોકે, આરોપી ફરાર થઈ ગયા છે.
સુરતઃ ડિંડોલીમાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. એસએમસીના બંધ આવાસમાં કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ થયું હતું. 16 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ઘટના બની. 3 યુવકોએ આચર્યુ દુષ્કર્મ. ડિંડોલી પોલીસ મથકમાં નોધાઈ પોલીસ ફરિયાદ. કિશોરી આ ત્રણ નરાધમના ચૂંગલમાંથી છુટી ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુરમાં નરાધમ શિક્ષકે પોતાને ત્યાં ટ્યુશનમાં આવતી વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ખાનગી ટ્યુશનના ટીચરની ધરપકડ કરવામાં આવી છે. શિક્ષક 2016થી વિદ્યાર્થિનીને બ્લેકમેઇલ કરતો હતો. યુવતીના લગ્ન નક્કી થતા શિક્ષકે બ્લેકમેઇલ કરવાનું વધાર્યું હતું. યુવતીએ માતા પિતાને વાત કરતા મામલો સામે આવ્યો હતો.