Amit Shah: લોકસભા ઉમેદવાર અમિત શાહનો આવતીકાલે મેગા રોડ શો, 19 એપ્રિલે નોંધાવશે ઉમેદવારી
લોકસભા ચૂંટણીમાં અમિત શાહ ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર છે.
Gandhinagar Lok Sabha Seat: ગાંધીનગરથી લોકસભા સીટના ઉમેદવાર લોકસભાના ઉમેદવાર અમિત શાહ 18 એપ્રિલના રોજ સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા ક્ષેત્રોમાં વ્યાપક વિજય શંખનાદ રોડ શો કરશે. રોડ શોના સમાપન બાદ અમિત શાહ વેજલપુર ખાતે વિશાળ જનસભાને સંબોધશે.18 એપ્રિલ, ગુરુવારના રોજ સવારે ૮.૦૦ કલાકે સાણંદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતશાહના ભવ્ય મેગા રોડ શોની શરૂઆત થશે
સાણંદ રોડ શો રૂટ:
સાણંદના ઘોડા ગાડી રિક્ષા સ્ટેન્ડ (APMC સર્કલ), સાણંદ તાલુકા પંચાયત કચેરી, ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા, સાણંદ બસ સ્ટેન્ડ, સાણંદ-નળ સરોવર ચોકડી- સમાપન
સવારે ૯.૩૦ કલાકે કલોલ જે.પી. ગેટ (કલોલ શહેર) ખાતેથી શ્રી અમિતભાઈ શાહના રોડ શો ની શરૂઆત થશે
કલોલ રોડ શો રૂટ:
જે.પી. ગેટ (કલોલ શહેર), ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા, ભવાનીનગર ચાલી, ખુની બંગલા તળાવ રોડ, ટાવર ચોક- સમાપન
બપોરે ૩.૦૦ કલાકે સાબરમતીના રામજી મંદિર રોડ સ્થિત સરદાર પટેલ ચોકથી શ્રી અમિતભાઈ શાહના રોડ શોનું પ્રસ્થાન થશે
સાબરમતી રોડ શો રૂટ:
સરદાર પટેલ ચોક, વિજય રામી સર્કલ, શ્રી વિનું માંકડ મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ, શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, શાંતારામ કોમ્યુનિટી હોલ, ચાંદલોડિયા રોડ- સમાપન
સાંજે ૪.૩૦ કલાકે ઘાટલોડિયા ખાતે શ્રી અમિતભાઈ શાહના રોડ શોનું ચાંદલોડિયા રોડ- ઉમિયા હોલ જંક્શનથી પ્રસ્થાન થશે
ઘાટલોડિયા રોડ શો રૂટ:
ચાંદલોડિયા રોડ-ઉમિયા હોલ જંક્શન, અમૂલ ઔડા ગાર્ડન ચોક, પ્રભાત ચોક, વીર મહારાણા પ્રતાપની પ્રતિમા, ગૌરવ પથ, રન્ના પાર્ક, નિર્ણયનગર- સમાપન
સાંજે ૫.૩૦ કલાકે નારણપુરામાં અમિતભાઈ શાહના રોડ શોનું પ્રસ્થાન થશે
નારણપુરા રોડ શો રૂટ:
રન્ના પાર્ક, ચાય વાલે, પટેલ ડેરી, AEC બ્રિજ, સહજાનંદ એવન્યુ, સોલાર ફ્લેટ, જયદીપ હોસ્પિટલ, લોયલા સ્કુલ, ક્રિષ્ના ડેરી- સમાપન
સાંજે ૬.૩૦ કલાકે વેજલપુરના જીવરાજ પાર્ક ખાતેથી અમિત શાહના રોડ શો ની શરૂઆત થશે
વેજલપુર રોડ શો રૂટ:
જીવરાજ પાર્ક, તુલસી વન કો. ઓપ. હાઉસિંગ સોસાયટી, વેજલપુર લાયબ્રેરી અને જીમનેશિયમ, કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે, વેજલપુર – સમાપન અને જાહેરસભા
કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે, વેજલપુર ખાતે અમિત શાહનો મેગા રોડ શો જંગી જાહેરસભામાં પરિવર્તિત થશે જેને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સંબોધિત કરશે.
19 એપ્રિલે ભરશે ફોર્મ
ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ઉમેદવાર, અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, અમિત શાહ, 19 એપ્રિલ, 2024, શુક્રવાર, 12.39 વાગ્યે શુભ વિજય મુહૂર્ત દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા જશે. 19 તારીખે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરશે...