શોધખોળ કરો
રૂપાણીના ખાસ ગણાતા નેતા સહિતના 10થી વધુ બોર્ડ નિગમના ચેરમેનોના રાજીનામા લઇ લેવાયા
આગામી સમયમાં ખાલી બોર્ડ નિગમના ચેરમેનોની એક સાથે નિયુક્તિઓ થાય તે માટે રાજીનામાં લેવાઈ રહ્યા છે
ગાંધીનગરઃ ગુજરાતના બોર્ડ નિગમના હાલના ચાલુ બોર્ડ નિગમના ચેરમેનોના રાજીનામા લઇ લેવામાં આવ્યા છે. હાલના તબક્કે ચાલુ 10થી વધુ બોર્ડ નિગમના ચેરમેનોના રાજીનામા મુખ્યમંત્રીને સોંપાયા હતા. ગુજરાત સરકાર હસ્તકના બોર્ડ- નિગમમાં નવી નિયુક્તિઓ કરવામાં આવશે. આગામી સમયમાં ખાલી બોર્ડ નિગમના ચેરમેનોની એક સાથે નિયુક્તિઓ થાય તે માટે રાજીનામાં લેવાઈ રહ્યા છે.પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ખાસ ગણાતા ધનસુખ ભંડેરી સહિત 12 હોદ્દેદારોનાં રાજીનામાં લઈ લેવામાં આવ્યાં છે.
જે નિગમોના ચેરમેનના રાજીનામા લઇ લેવામાં આવ્યા છે તેમાં બિન અનામત આયોગના વિમલ ઉપાધ્યાય, બિન અનામત આયોદના બી.એચ ઘોડાસરા, ગુજરાત વકફ બોર્ડના સજાદ હીરા, સંગીત કલા બોર્ડના પંકજ ભટ્ટ, મહિલા આયોગના લીલાબેન આંકોલીયા, મ્યુનિસિપલ ફાયનાનંસ બોર્ડના ધનસુખ ભંડેરીનો સમાવેશ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement