ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી: BJPએ જાહેર કર્યા 40 ઉમેદવારોના નામ, જાણો કોને મળી ટિકિટ ?
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ 40 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. વોર્ડ નંબર 1 રાંધેજા વોર્ડમાં મીનાબેન ખોડીદાસ મકવાણા, અંજનાબેન સુરેશભાઈ મહેતા, નટવરજી મથુરજી ઠાકુર અને રાકેશકુમાર દશરથભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે.
ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી(Gandhinagar Municipal Corporation elections)ને લઈને ભારતીય જનતા પાર્ટી(BJP)એ 40 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. વોર્ડ નંબર 1 રાંધેજા વોર્ડમાં મીનાબેન ખોડીદાસ મકવાણા, અંજનાબેન સુરેશભાઈ મહેતા, નટવરજી મથુરજી ઠાકુર અને રાકેશકુમાર દશરથભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે વોર્ડ નંબર 6 મહાત્મા મંદિરમાં પેનલમાંથી એક પણ ઉમેદવારના નામની જાહેરાત નથી કરી.
વોર્ડ નંબર 2 પેથાપુર જીઈબીમાં પારૂલબેન ભુપતજી ઠાકોર, દિપ્તીબેન મનિષકુમાર પટેલ, અનિલસિંહ મહોબતસિંહ વાધેલા અને દિલીપ સિંહ વાધેલાને ટિકિટ આપી છે. ભાજપે વોર્ડ નંબર 6 મહાત્મા મંદિરમાં પેનલમાંથી એક પણ ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. ભારતીય જનતા પાર્ટી(BJP)એ 40 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
વોર્ડ નંબર 3માં સોનાલીબેન ઉરેનભાઇ પટેલ, દીપિકાબેન સવજીભાઇ સોલંકી, ભરતભાઇ મંજીભાઇ ગોહિલ અને સંજીવ અંબરીશ મહેતાના નામ જાહેર કર્યા છે.
રાજ્યમાં નોંધાયેલા કેસ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2220 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 10 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1988 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,88,565 લોકો કોરોના(Coronavirus)ને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12263 પર પહોંચ્યા છે. જેમાંથી 147 લોકો વેન્ટિલેટર પર અને 12116 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.51 ટકા પર પહોંચ્યો છે.
નાઈટ કર્ફ્યૂની મુદ્દતમાં વધારો
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ આ ચારેય મહાનગરોમાં વધતા કોરોના(Corona) સંક્રમણને લઈ નાઈટ કર્ફ્યુ (Night curfew)ની મુદ્દતમાં 15 દિવસનો વધારો કરાયો છે. ચાર મહાનગરોમાં રાત્રિ કરફયુ 15 એપ્રિલ સુધી અમલમાં રહેશે. રાજ્યમાં ચૂંટણી પહેલા કોરોના(Coronavirus)ના કેસ ઘટીને 200 સુધી આવી ગયા હતાં. જોકે નેતાઓએ ચૂંટણી પ્રચારના નામે જે નિયમોનો દાટ વાળ્યો ને કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વકર્યું અને દરરોજના કેસ 2 હજારને પાર પહોંચી ગયા છે.