શોધખોળ કરો

GANDHINAGAR : CM ભુપેન્દ્ર પટેલે રાજ્યની 8 મહાનગરપાલિકા માટે 50 કરોડ રૂપિયાની ફાળવણી કરી

Gandhinagar News : મહાનગરોના વિકાસ માટે અત્યાર સુધીમાં રૂ.637.50 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસને વધુ વેગ આપવા આજે રાજ્યની 8 મહાનગરપાલિકા માટે રૂપિયા 50 કરોડની ફાળવણી કરી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે આ ફાળવણી કરવામાં આવી છે.

આ રકમમાંથી મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ-રસ્તા, પાણી, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટ જેવી ભૌતિક આંતરમાળખાકીય સુવિધા માટેના કામ હાથ ધરવામાં આવશે.મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો હાથ ધરાશે. મહાનગરોના વિકાસ માટે અત્યાર સુધીમાં રૂ.637.50  કરોડની ફાળવણી કરવામાં આવી છે. 

1) અમદાવાદ મહાનગરપાલિકાને રુ.18.53  કરોડ
2) સુરત મહાનગરપાલિકાને રૂ.15.12 કરોડ
3) વડોદરા મહાનગરપાલિકાને રૂ.5.67 કરોડ
4) રાજકોટ મહાનગરપાલિકાને રૂ.4.48 કરોડ
5) ભાવનગર મહાનગરપાલિકાને રૂ.2.09 કરોડ
6)  જામનગર મહાનગરપાલિકાને રૂ.1.98 કરોડ
7) જૂનાગઢ મહાનગરપાલિકાને રૂ.1.04 કરોડ 
8) ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.1.07 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 

વિવિધ આંદોલનોના હલ માટે સરકારે 5 મંત્રીઓની કમિટી બનાવી
રાજ્યમાં વિવિધ વર્ગ, સમુદાય, સરકારી કર્મચારી યુનિયનો પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યાં છે. આ નાગે હવે સરકાર સતર્ક થઇ છે. ગુજરાત સરકારે વિવિધ  આંદોલનોના હલ માટે સરકારે 5 મંત્રીઓની કમિટી બનાવી છે. આ કમિટી આંદોલન કરી રહેલા કર્મચારીઓને સાંભળશે.

રાજ્યના કર્મચારીઓની પડતર માગોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે 5 મંત્રીઓની કમિટી બનાવી છે. કમિટીમાં રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જિતુ વાઘાણી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, નાણામંત્રી કનુ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા બ્રિજેશ મેરજાને આ કમિટીમાં સમાવાયા છે. આ સભ્યો રાજ્ય સરકારનાં કર્મચારી સંગઠનો સાથે ચર્ચા કરીને તમામ આંદોલનોને ઠારવાનો પ્રયત્ન કરશે. 

રાજ્યના ઘણા સંગઠનો આંદોલનરૂપે પોતાની માગણીઓ રજૂ કરી રહ્યાં છે. આ ઉપરાંત અનેક કર્મચારી સંગઠનોએ વિધાનસભામાં ભાજપ વિરોધી મતદાન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ત્યારે કર્મચારીઓમાં ફેલાયેલી એન્ટી ઇન્કમબન્સીને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કમિટીની રચના કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?

Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Rashifal Today:  મેષ સિંહ સહિત આ રાશિને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો 12 રાશિનું દૈનિક રાશિફળ

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

Embed widget