Gandhinagar: ગાંધીનગરમાં ફરી દેખાયો દિપડો ? વનવિભાગ થયું દોડતું
Gandhinagar: 2018માં પણ ગાંધીનગરમાં દિપડો દખાયો હતો.
Gandhinagar: પાટનગર ગાંધીનગરમાં ફરી દિપડો દેખાયો હોવાના આશંકા છે. સચિવાલય પાછળના ભાગે સાબરમતી નદી તરફ ગયો હોવાની વાત છે. ગઈકાલે મોડી સાંજે પોલીસ કર્મચારીએ દિપડો જોયા બાદ તંત્રને જાણ કરી હતી. જો કે હજુ સુધી સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી, ગાંધીનગરમાં દિપડો દેખાતા વનતંત્ર દોડતું થયું છ. સર્કિટ હાઉસ અને રાજ ભવનની વચ્ચે દિપડો દેખાયો હતો.
નવેમ્બર 2018માં પણ સચિવાલયમાં ઘૂસ્યો હતો દીપડો
ગાંધીનગરના નવા સચિવાલય ભવનમાં નવેમ્બર 2018માં વહેલી સવારે દીપડો ધૂસ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વનવિભાગની સાથે સ્થાનિક પોલીસ તંત્ર પણ દીપડાની શોધખોળમાં જોડાયું છે. સચિવાલયના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. કોઈને પણ સચિવાલયમા્ જવા દેવામાં આવ્યા નહોતા. દીપડાને પગલે સચિવાલયમાં રજાનો માહોલ સર્જાયો હતો. રાતે બે વાગ્યાના અરસામાં સચિવાલયના ગેટ નંબર સાતથી દીપડો ઘુસ્યો હતો. ગેટ નંબર સાતના ઝાંપાની નીચે રહેલી જગ્યાએથી દીપડાએ સચિવાલય સંકુલમાં દબાતા પગલે પ્રવેશ કર્યો હતો.