શોધખોળ કરો

રૂપાણી સરકારે સૌરાષ્ટ્રના બે સહિત ક્યા 3 IPS અધિકારીની કરી બદલી ? ક્યા અધિકારીને ’ સજા’ રૂપે SRPમાં મૂકાયાની ચર્ચા ?

મનિષ સિંઘને મહેસાણા જિલ્લાના પોલીસ વડાપદેથી ઉઠાવીને એસઆરપી ગ્રુપ 4 દાહોદ ખાતે મૂકી દેવામાં આવ્યા છે.

ગાંધીનગરઃ ગુજરાત સરકારે મંગળવારે સાંજે રાજ્યના 3 આઈપીએસ અધિકારીઓની બદલી કરવાનો આદેશ આપ્યો હતો. આ બદલીઓમાં સૌથી ધ્યાન ખેંચે એવી બદલી મહેસાણાના એસપી તરીકે ફરજ બજાવતાં મનિષ સિંઘની છે. મનિષ સિંઘને મહેસાણા જિલ્લાના પોલીસ વડાપદેથી ઉઠાવીને એસઆરપી ગ્રુપ 4 દાહોદ ખાતે મૂકી દેવામાં આવ્યા છે. મનિષ સિંઘના સ્થાને પોરબંદરના એસ.પી. તરીકે ફરજ બજાવતા પાર્થિવરાજસિંહ ગોહિલને મૂકાયા છે. ગોહિલની બદલી મહેસાણા જિલ્લા પોલીસ વડા તરીકે કરવામાં આવતાં તેમના સ્થાને રાજકોટ DCP ઝોન-1 રાજ મોહન સૈનીને મૂકવામાં આવ્યા છે. રાજકોટ DCP ઝોન-1 રાજ મોહન સૈનીની બદલી પોરબંદર જિલ્લા પોલીસ વડા તરીકે કરવામાં આવી છે. એડિશનલ ચીફ સેક્રેટરી સંગીતા સિંઘ દ્વારા તમામ બદલીઓનાં ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ બદલીઓ પરથી સ્પષ્ટ છે કે, કડી પોલીસનો દારૂકાંડ મહેસાણા એસપીને નડી ગયો છે. કડીમાં પોલીસે જપ્ત કરેલો દારૂ બારોબાર વેચી માર્યો હોવાની ઘટના બહાર આવતાં ખળભળાટ મચ્યો હતો. આ ઘટનામાં મહેસાણા જિલ્લા પોલીસ વડાની કામગીરી સામે સવાલો ઉઠતાં તેમને બદલી દેવાયા હોવાની ચર્ચા ચાલી રહી છે. મનિષ સિંઘને ’ સજા’ રૂપે SRPમાં મૂકાયાની ચર્ચા ચાલી રહી છે. પોરબંદર SP પાર્થિવરાજસિંહ ગોહિલની બદલી મહેસાણા જિલ્લા પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવતાં હવે આ દારૂકાંડની તપાસમાં એ શું કરે છે તેના પર સૌની નજર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

વિડિઓઝ

Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

Embed widget