શોધખોળ કરો
Advertisement
Gandhinagar : CM રૂપાણીએ જિલ્લા પંચાયતોને NAના હક્કો પાછા આપવા મુદ્દે શું આપ્યું સૌથી મોટું નિવેદન?
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની 31 જીલ્લા પંચાયતો બનતા આ હક્કો પાછા મળશે તેવી અટકળો તેજ બની હતી. જોકે, આજે મુખ્યમંત્રીએ વિધાનસભામાં આપેલા નિવેદનથી આ અટકળોનો અંત આવ્યો છે.
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જિલ્લા પંચાયતોને લઈ લીધેલા હક્કો પાછા આપવા મુદ્દે સૌથી મોટુ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતોના લઈ લીધેલા હક્કો અમે પાછા આપવાના નથી. જીલા પંચાયતો પાસેથી રાજય સરકારે જમીન NAકરવા જેવા હક્કો પાછા લઇ લીધાં હતાં.
નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની 31 જીલ્લા પંચાયતો બનતા આ હક્કો પાછા મળશે તેવી અટકળો તેજ બની હતી. જોકે, આજે મુખ્યમંત્રીએ વિધાનસભામાં આપેલા નિવેદનથી આ અટકળોનો અંત આવ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના કાળમા ભ્રષ્ટાચારનાં આક્ષેપો પર નિવેદન આપ્યું હતું. તેમણે નિવેદન આપ્યું હતું કે, 3100 કરોડ નો ખર્ચ છેલ્લા એક વર્ષ દરમિયાન મહામારીમાં કર્યો છે. ધમણમાં એક રૂપિયો ખર્ચ અમે કર્યો નથી તો ભ્રષ્ટાચાર કઈ રીતે થાય. તેમણે જણાવ્યું હતું કે, 900 ધમણ રાજકોટના વ્યક્તિઓ મફત આપ્યા છે. મફત માં કઈ રીતે ભ્રષ્ટાચાર થાય એ ખબર નથી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગ્રિકલચર યુનિવર્સીટી મંજૂરીમાં ICAના નિયમો પ્રમાણે મંજૂરી આપી છે, તેમ જણાવ્યું હતું. નવા તજજ્ઞો ઉભા થાય અને નવી યુનિવર્સીટી બને. આ ઢચુપચુ સરકાર નથી નિર્ણાયક સરકાર છે. છેલ્લા 4 વર્ષ માં 1700 નિર્ણય લીધા છે.
તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ ચૂંટણીનાં પરિણામો બાદ કૉંગ્રેસનાં બે નેતાઓએ રાજીનામાં આપવા પડ્યા તેનું દુઃખ છે. આ બન્ને નેતાઓ મારા મિત્રો છે. રાજકીય બાબત જે હોય તે તેમનાં રાજીનામાંથી દુઃખ થાય તે સ્વાભાવિક છે. પરિણામો જ એવાં હતાં કે બીજો કોઈ વિકલ્પ ન હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion