શોધખોળ કરો
ગુજરાત ભાજપના કયા નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત
ભાજપના નેતા અને ગુજરાત ભાજપ- મીડિયા સેલના સભ્ય હિતેશ પોચીને કોરોના થયો છે. ગઇ કાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ભાજપના વધુ એક નેતાને કોરોનાનો ચેપ લાગ્યો છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે ભાજપના નેતા અને ગુજરાત ભાજપ- મીડિયા સેલના સભ્ય હિતેશ પોચીને કોરોના થયો છે. ગઇ કાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. નોંધનીય છે કે, ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો, કોર્પોરેટરો અને સાંસદો પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ઓટો
દેશ





















