ગુજરાત બોર્ડનું 12 સાયન્સ પછી સામાન્ય પ્રવાહનું પણ 100 ટકા પરિણામ
સવારે આઠ કલાકે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ ચાર લાખ 10 હજાર નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે. નિયમિત વિદ્યાર્થીઓનું સ્કૂલોએ કરેલ મૂલ્યાંકનના આધારે બોર્ડે પરિણામ તૈયાર કર્યું છે.

ગાંધીનગરઃ કોરોનાકાળમાં વગર પરીક્ષાએ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, ત્યારે હવે 12 સાયન્સ પછી 12 સામાન્ય પ્રવાહનું પણ 100 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ધોરણ-10નું પણ 100 ટકા પરિણામ આવ્યું હતું. આજે બોર્ડે સત્તાવાર વેબસાઈટ result.gseb.org પર પરિણામ જાહેર કર્યું છે. સવારે આઠ કલાકે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ ચાર લાખ 10 હજાર નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે. નિયમિત વિદ્યાર્થીઓનું સ્કૂલોએ કરેલ મૂલ્યાંકનના આધારે બોર્ડે પરિણામ તૈયાર કર્યું છે. બોર્ડની વેબસાઈટ પરથી સ્કૂલોના ઈંડેક્ષ નંબરના આધારે પરિણામ જોઈ શકાશે.
જિલ્લા પ્રમાણે વિગતવાર પરિણામ
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું માસ પ્રમોશનના કારણે 100 ટકા પરિણામ આવ્યું છે. 4 લાખ 127 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં 691 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 9 હજાર 455 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ પરિણામમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મેળવ્યો. C1 ગ્રેડ મેળવનારા એક લાખ 29 હજાર 781 વિદ્યાર્થીઓ છે. જ્યારે C2 ગ્રેડ મેળવનારા એક લાખ આઠ હજાર 299 વિદ્યાર્થીઓ છે. જ્યારે 5 હજાર 885 વિદ્યાર્થીઓને E1 અને 28 વિદ્યાર્થીઓને E2 ગ્રેડ મેળ્યો.
રાજકોટમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો. 231 વિદ્યાર્થીઓએ રાજકોટમાં A1 ગ્રેડ મેળવ્યો. જ્યારે સુરતમાં 187 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ નિયમિત વિદ્યાર્થીઓના ગુણ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરેલ હતા. જેના આધારે બોર્ડે નિયમિત વિદ્યાર્થીઓનું પરિમાણ તૈયાર કરેલ છે.
શાળાઓ પરિણામ ઈંડેક્ષ નંબર અને પાસવર્ડ મારફતે લોગઈન કરીને ડાઉનલોડ કરી શકેશ. શાળાઓએ વિદ્યાર્થીઓને ગુણપત્રકની નકલ આપી પરિણામની જાણ કરવાની રહેશે. ધોરણ 10 અને 12ના નિયમિત વિદ્યાર્થઈઓના પરિણામ જાહેર જાહેર થઈ જતા હવે ખાનગી અને રિપીટરો વિદ્યાર્થીઓની મૂલ્યાંકન કામગીરી ઝડપથી પૂર્ણ કરી તેના પણ પરિણામો સત્વરે જાહેર થશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
