શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ 8 જિલ્લામાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવવાનો ખતરો, જાણો શું છે કારણ ?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ગૃહ મંત્રાલયે તાત્કાલિક અસરથી ચૂંટણીવાળા રાજ્યોમાં ચૂંટણી સભાઓ અને રેલીઓમાં ગમે એટલી ભીડ ભેગી કરવાને મંજૂરી આપી દીધી છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં સરકાર નવરાત્રિમાં ગરબાના આયોજનને મંજૂરી નથી આપતી પણ રાજ્યમાં ચૂંટણી સભાઓ અને રેલીઓને મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ગૃહ મંત્રાલયે તાત્કાલિક અસરથી ચૂંટણીવાળા રાજ્યોમાં ચૂંટણી સભાઓ અને રેલીઓમાં ગમે એટલી ભીડ ભેગી કરવાને મંજૂરી આપી દીધી છે. જે રાજ્યોમાં પેટાચૂંટણી છે ત્યાં પેટાચૂંટણી હોય તે જિલ્લામાં રાજકારણીઓ ગમે તેટલી ભીડ એકઠી કરી શકશે અને રાજકીય સભા કે રેલી કરી શકશે.
ગુજરાતમાં ગઢડા, કપરાડા, ધારી, મોરબી, લીંબડી, ડાંગ, કરજણ અને અબડાસા એ આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી હોવાથી કચ્છ, બોટાદ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, ડાંગ, વલસાડ અને ભરૂચ એ આઠ જિલ્લામાં ગમે તેટલી ભીડ સાથે રેલી કે સભા કરી શકાશે. આ કારણે આ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ખતરો વધી ગયો છે. આ 8 જિલ્લામાં રાજકીય પ્રચાર માટે બહારથી પણ નેતાઓ અને કાર્યકરો આવશે તેથી આ 8 જિલ્લાનાં લોકોને કોરોનાનું સંક્રમણ લાગવાનો અને કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવવાનો મોટો ખતરો છે.
મોદી સરકારે નવરાત્રી સહિતના તહેવારો દરમિયાન ગરબા અને બીજા કાર્યક્રમોને મંજૂરી નથી મળી રહી ત્યારે બીજી બાજુ પોતાના સ્વાર્થ માટે મત મેળવવા ચૂંટણી સભાને મંજૂરી આપી દીધી છે.
દેશમાં અનલૉક-5 અંગે 30 જૂને જારી કરાયેલી ગાઈડલાઈનમાં કેન્દ્ર સરકારે ગુરૂવારે બિહાર વિધાનસભા ચૂંટણી અને ગુજરાત સહિતનાં 11 અન્ય રાજ્યોમાં પેટાચૂંટણીને ધ્યાનમાં રાખી ફેરફાર કર્યા છે. ગૃહમંત્રાલયે આ રાજ્યોમાં તાત્કાલિક અસરથી રાજકીય રેલીઓ કરવાની મંજૂરી આપી દીધી છે. આ ગાઈડલાઈન પ્રમાણે ચૂંટણી અને પેટાચૂંટણીવાળાં રાજ્યોમાં નેતાઓ ખુલ્લાં મેદાનોમાં ગમે તેટલી ભીડ એકઠી કરી શકશે. અત્યાર સુધી ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ હતો. .
ગૃહ મંત્રાલયે મોડી રાત્રે જાહેર કરેલા આદેશમાં જણાવ્યું છે કે, આ દરમિયાન કોવિડ-19ના નિયમોનું પાલન કરવાનું રહેશે. ખુલ્લા મેદાનમાં સભા કરવામાં આવે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને લોકોને ભેગા કરી શકાશે. કાર્યક્રમ યોજનારે આખા કાર્યક્રમની વીડિયોગ્રાફી પણ કરવાની રહેશે અને 48 કલાકમાં જિલ્લા વહીવટી તંત્રને સુપરત કરવાની રહેશે. બિહાર તથા વિવિધ રાજ્યોમાં પેટાચૂંટણી હોવાથી પ્રચાર કાર્ય પૂરજોશમાં શરૂ થાય તે પહેલાં આ નિર્ણય લેવાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion