શોધખોળ કરો

ગુજરાત પેટાચૂંટણીઃ ભાજપના તમામ 8 ઉમેદવારોના નામ ક્યારે થશે જાહેર? જાણો શું આવ્યા મોટા સમાચાર?

હવે આજે અથવા આવતી કાલે ભાજપના તમામ આઠ બેઠકોના ઉમેદાવારોના નામ પર કેન્દ્રીય નેતૃત્વ મહોર લગાવશે. આ પછી ભાજપ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.

ગાંધીનગરઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતની આઠ વિધાનસભાની બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામા પડતા આ બેઠકો ખાલી પડી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ કોને કોને ટિકિટ આપે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. ભાજપ અને કોંગ્રેસમાંથી સંભવિત ઉમેદવારોની પેનલ પણ તૈયાર થઈ ગઈ છે. ત્યારે ભાજપના ઉમેદવારોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના તમામ 8 ઉમેદવારનો નામ આજે અથવા કાલે નક્કી થાય તેવી પૂરી શક્યતાઓ છે. મળતી વિગતો પ્રમાણે આગામી 24થી 48 કલાકમાં ભાજપના તમામ ઉમેદવારોના નામ નક્કી થઈ જશે. પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડે તૈયાર કરેલી યાદીને લઈ સી.આર. પાટીલ દિલ્લી પહોંચ્યા છે. હવે આજે અથવા આવતી કાલે ભાજપના તમામ આઠ બેઠકોના ઉમેદાવારોના નામ પર કેન્દ્રીય નેતૃત્વ મહોર લગાવશે. આ પછી ભાજપ દ્વારા સત્તાવાર રીતે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે, ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પાંચ બેઠકો પર કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને ફરીથી ટિકિટ આપવાની મહોર લગાવી દીધી છે. જેથી પાંચ બેઠકો પર ઉમેદવારો રિપીટ કરવામાં આવશે. નોંધનીય છે કે, આજે એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં ધારી બેઠક પરથી જે.વી. કાકડિયા અને અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ તેમનું નામ નક્કી થઈ ગયું હોવાનું અને 15મી ઓક્ટોબરે ફોર્મ ભરવાના હોવાનો દાવો પણ કરી દીધો છે. આ ઉપરાંત કપરાડા બેઠક પરથી જીતુ ચૌધરીએ 12મી ઓક્ટોબર ને સોમવારે ઉમેદવારી નોંધાવવાનો દાવો કર્યો છે. જોકે, ભાજપ કઈ બેઠક પર કોને ટિકિટ આપશે, તે તો સત્તાવાર રીતે ઉમેદવારોનું નામ જાહેર થયા પછી જ ખબર પડશે. આગામી ત્રણ નવેમ્બરે સુરેન્દ્રનગરની લીંબડી, બોટાદની ગઢડા, અમરેલીની ધારી, મોરબી, ભરુચની કરજણ, વલસાડની કપરાડા, કચ્છની અબડાસા અને ડાંગ બેઠક પર ચૂંટણી યોજાવાની છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો

ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ

ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?

'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ

ABP Premium

વિડિઓઝ

Republic Day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લામાં કરાશે ઉજવણીKhyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલAmbalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહીBorsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ

સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  

RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 

Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  

Embed widget