Gujarat Cabinet Expansion: સૌથી વધુ સૌરાષ્ટ્રમાંથી 9 મંત્રી, દક્ષિણ-મધ્ય ગુજરાતમાં 6-6 અને ઉત્તર ગુજરાતમાંથી 4 મંત્રીઓ લેશે શપથ
Gujarat Cabinet Expansion: દાદા સરકારના જમ્બો મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર-કચ્છનો દબદબો, જાણો કયા ઝૉનમાંથી કોણ બનશે મંત્રી -

Gujarat Cabinet Expansion: ગુજરાતમાં આજે મંત્રીમંડળનુ વિસ્તરણ થયુ છે, ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં આ વખતે 26 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ જમ્બો મંત્રીમંડળમાં આ વખતે સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળી રહ્યો છે, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 9 મંત્રીઓ આવશે, જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાંથી 6-6 મંત્રીઓ અને ઉત્તર ગુજરાતમાંથી 4 મંત્રીઓનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની શપથવિધિ શુક્રવારે તારીખ 17 ઓક્ટોબરે સવારે 11.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હાજર રહેશે. કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. પ્રદેશ ભાજપના નેતાઓ, સાધુ સંતો અને ગણ માન્ય લોકો પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળવા પહોંચ્યા પહોંચ્યા હતા.
દાદા સરકારના જમ્બો મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર-કચ્છનો દબદબો, જાણો કયા ઝૉનમાંથી કોણ બનશે મંત્રી -
સૌરાષ્ટ્રમાંથી કોણ-કોણ ?
(1) કુંવરજી બાવળીયા – જસદણ (રાજકો) કોળી પટેલ
(2) પરસોતમભાઈ સોલંકી -ભાવનગર ગ્રામ્ય – કોળી પટેલ
(3) જીતુ વાઘાણી – ભાવનગર શહેર -પાટીદાર
(4) રીવાબા જાડેજા – જામનગર શહેર – ક્ષત્રિય
(5) કાંતિ અમૃતિયા -મોરબી – લેઉઆ પાટીદાર
(6) ત્રિકમ છાંગા – અંજાર (કચ્છ) OBC
(7) અર્જુન મોઢવાડિયા – પોરબંદર – OBC
(8) પ્રદ્યુમન વાંઝા – કોડિનર – SC
(9) કૌશિક વેકરિયા – અમરેલી – લેઉઆ બેઠક
દક્ષિણ ગુજરાતમાં કુલ 6 નામ -
(1) પ્રફુલ્લ પાનસેરિયા- સુરત શહેર- લેઉઆ પાટીદાર)
(2) કનુભાઈને દેસાઇ – પારડી (વલસાડ) – અનાવીલ બ્રાહ્મણ
(3) હર્ષભાઈ સંઘવી – સુરત શહેર -જનરલ
(4) નરેશ પટલ -ગણદેવી – ST
(5) જયરામ ગામિત – નિઝર (તાપી) ST
(6) ઈશ્વર પટેલ -હાંસોલ (ભરૂચ) OBC
મધ્ય ગુજરાતમાંથી 6 મંત્રી -
(1) મનીષા વકીલ – વડોદરા શહેર – SC
(2) રમેશ કટારા – દાહોદ – ST
(3) કમલેશ પટેલ – પેટલાદ (આણંદ) પાટીદાર
(4) દર્શનાબહેન વાઘેલા – અસારવા (અમદાવાદ શહેર) SC
(5) સંજયસિંહ મહિડા – મહુધા (ખેડા જિલ્લો) OBC
(6) રમણ સોલંકી – બોરસદ (આણંદ) OBC
ઉત્તર ગુજરાતમાંથી કોણ બનશે મંત્રી?
(1) ઋષિકેશ પટેલ – વિસનગર (મહેસાણા) કડવા પટેલ
(2) પી.સી.બરંડા – ભીલોડા (અરવલ્લી) ST
(3) પ્રવિણ માળી – ડિસા (બનાસકાંઠા) OBC
(4) સ્વરૂપજી ઠાકોર – વાવ – ક્ષત્રિય ઠાકોર




















