Gujarat Chandipura Virus Cases Update: ગુજરાતમાં વધ્યો ચાંદીપુરાનો તરખાટ, જાણો કયા જિલ્લામાં કેટલા છે કેસ
Chandipura Virus: ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઇટીસના ૪૬ દર્દી દાખલ છે તથા ૧૦ દર્દીઓને રજા આપવામાં આવી છે.
Chandipura Virus cases update: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ બાળકો માટે કાળ બની રહ્યો છે. રોજબરોજ સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 20થી વધુ જિલ્લામાં (chandipura virus spreads more than 20 districts of state) ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે.
કયા જિલ્લામાં કેટલા કેસ
ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ -૮૮ કેસો છે. જે પૈકી સાબરકાંઠા-૦૯, અરવલ્લી-૦૬, મહીસાગર-૦૨, ખેડા-૦૬, મહેસાણા-૦૫, રાજકોટ-૦૪, સુરેન્દ્રનગર-૦૩, અમદાવાદ કોર્પેરેશન-૦૭, ગાંધીનગર-૦૫, પંચમહાલ-૧૧, જામનગર-૦૫, મોરબી-૦૪, ગાંધીનગર કોપૅરેશન-૦૩, છોટાઉદેપુર-૦૨, દાહોદ-૦૨, વડોદરા-૦૧, નર્મદા-૦૨, બનાસકાંઠા-૦૪, વડોદરા કોર્પેરેશન-૦૨, ભાવનગર-૦૧, દેવભૂમિ દ્વારકા-૦૧, રાજકોટ કોર્પેરેશન-૦૨ તેમજ કચ્છ-૦૧ શંકાસ્પદ કેસો મળ્યા છે.
આ તમામ પૈકી સાબરકાંઠા-૦૩, અરવલ્લી-૦૨, મહીસાગર-૦૧, ખેડા-૦૧, મહેસાણા-૦૨, સુરેન્દ્રનગર-૦૧, અમદાવાદ કોર્પેરેશન-૦૧, ગાંધીનગર-૦૧, પંચમહાલ-૦૩, જામનગર-૦૧, મોરબી-૦૧, દાહોદ-૦૧, વડોદરા-૦૧, બનાસકાંઠા-૦૧, દેવભૂમિ દ્વારકા-૦૧, તેમજ કચ્છ-૦૧ જીલ્લામાંથી ચાંદીપુરા કુલ-૨૨ કેસ પોઝીટીવ મળ્યા છે.
૩૬ દર્દીઓના મૃત્યુ
ગુજરાત રાજ્યના ઉપરોક્ત-૮૮ કેસો પૈકી સાબરકાંઠા-૦૨, અરવલ્લી-૦૩, મહીસાગર-૦૨, ખેડા-૦૧, મહેસાણા-૦૨, રાજકોટ-૦૩, સુરેન્દ્રનગર-૦૧, અમદાવાદ કોર્પેરેશન-૦૩, ગાંધીનગર-૦૧, પંચમહાલ-૦૫, મોરબી-૦૩, ગાંધીનગર કોર્પેરેશન-૦૨, દાહોદ-૦૨, વડોદરા-૦૧, બનાસકાંઠા-૦૩, વડોદરા કોર્પેરેશન-૦૧ તેમજ દેવભૂમિ દ્વારકા-૦૧ એમ કુલ-૩૬ દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના ૪૬ દર્દી દાખલ છે તથા ૧૦ દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજસ્થાનના કુલ-૦૩ કેસો જેમાં-૦૨ દર્દી દાખલ છે તેમજ-૦૧ દર્દી મૃત્યુ પામ્યા છે તથા મધ્ય પ્રદેશનાં ૦૨ કેસો જેમાં ૦૨ દર્દી દાખલ છે.
શું છે ચાંદીપુરા વાયરસ
ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો.
ચાંદીપુરાથી ડરવાની જરૂર નથી : ઋષિકેશ પટેલ
થોડા દિવસ પહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં આરોગ્ય વિભાગ સમગ્ર રાજ્યમાં તમામ તાલુકામાં, આંગળવાડી, શાળાઓ અને મકાનોમાં દવાઓનો છંટકાવ કરાઈ રહ્યો છે. ચાંદીપુરાથી ડરવાની જરૂર નથી. ચાંદીપુરા વાયરસથી સાવધાની રાખવામાં આવે અને બાળકોને તાવ આવે ત્યારે મોટી હોસ્પિટલમાં સારવાર માટે જવું. 24 કલાકમાં હોસ્પિટલ જવું જરૂરી છે. આ વાયરસથી આ રીતે બચી શકાય એમ છે.